<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th October 2026

બેન્‍કની બહાર નાઇટ-ડ્‍યુટી કરી રહેલા સિક્‍યોરિટી ગાર્ડ પતિ સાથે ડિનર કરવા પત્‍ની ભાથું લઈને આવી

પહેલાંના જમાનામાં ખેતરે કામ કરતા પતિ માટે પત્‍ની રોંઢો લઈને જતી પરંતુ શહેરોમાં આવો નજારો કદી જોવા મળતો નથી

મુંબઈ તા.૧૨: પહેલાંના જમાનામાં ખેતરે કામ કરતા પતિ માટે પત્‍ની રોંઢો લઈને જતી પરંતુ શહેરોમાં આવો નજારો કદી જોવા મળતો નથી. મુંબઈના જ્ઞાનદ ભટ્ટ નામના એક ભાઈએ પોતાના સોશ્‍યલ મીડિયા અકાઉન્‍ટ પર એક સાદી ઘટનાને જરાક અલગ નજારિયાથી રજૂ કરતી તસવીર શેર કરી હતી. એક બેન્‍કની બહાર સિક્‍યોરિટી ગાર્ડ તરીકે કામ કરતા વોચમેન માટે તેની પત્‍ની ડબ્‍બો લઈને આવી હતી અને બન્ને બંધ બેન્‍કની બહાર સાથે ડિનર લઈ રહ્યા હતા. તસવીરની સાથે તેમણે લખ્‍યું હતું, ‘આ સાદી ઘટનામાં પણ કેટલી સુંદરતા છે? એક પત્‍ની પોતાના સિક્‍યોરિટી ગાર્ડ પતિ માટે ડિનર લઈને આવી છે જેથી દિવસનું એક ભોજન બન્ને સાથે બેસીને કરી શકે અને થોડોક સમય સાથે ગાળી શકે. આજના જમાનામાં સંબંધોને કરીઅર, સ્‍ટેટસ અને પૈસાથી માપવામાં આવે છે ત્‍યારે બની શકે કે દુનિયાની નજરમાં આ સિક્‍યોરિટી ગાર્ડ પાસે બહુ ખાસ કંઈ ન હોય, પરંતુ તેની પાસે એ બધું જ છે જે જીવનમાં અસલમાં મહત્ત્વનું છે

(10:07 AM IST)