<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th October 2026

અમૃતસર એરપોર્ટ પાસે ફરી શંકાસ્પદ ડ્રોન દેખાતાં સુરક્ષા તંત્ર એલર્ટ: ત્રણ ફ્લાઇટ ડાયવર્ટ કરાઈ

શંકાસ્પદ ડ્રોનની ગતિવિધિને પગલે એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા અંગે સતર્કતા વધારવામાં આવી

પંજાબના અમૃતસર એરપોર્ટની આસપાસ ફરી શંકાસ્પદ ડ્રોન ગતિવિધિ જોવા મળતાં સુરક્ષા તંત્ર એલર્ટ થઈ ગયું છે. એરપોર્ટ પરિસરની આસપાસ ડ્રોન દેખાતાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને રનવે ઑપરેશન્સ થોડા સમય માટે રોકી દેવામાં આવ્યાં હતાં. આ ઘટનાને પગલે અમૃતસર આવી રહેલી ત્રણ ફ્લાઇટને અન્ય એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. આ ફ્લાઇટને દિલ્હી અને ચંડીગઢ તરફ વાળવામાં આવી હતી. શંકાસ્પદ ડ્રોનની ગતિવિધિને પગલે એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા અંગે સતર્કતા વધારવામાં આવી છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર મહિનામાં પણ અમૃતસર એરપોર્ટની નજીક ડ્રોન જોવા મળ્યાં હતાં. વારંવાર આવી ગતિવિધિઓ સામે આવતાં સુરક્ષા એજન્સીઓ દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. જોકે, હાલ ડ્રોન ક્યાંથી આવ્યાં હતાં અને તેની પાછળ કોણ જવાબદાર છે તે અંગે સત્તાવાર વિગતો સામે આવવાની બાકી છે.

(1:10 PM IST)