<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th October 2026

સવિતાબેનનો ર૬મા ઉપવાસે સંથારો સીજી ગયો : પાલખીયાત્રા

રાજકોટ : દહીંસર-મુંબઇ ખાતે ૯૮ વર્ષના સવિતાબેન મણીલાલ ઝાટકીયાએ આજીવન સંથારાની આરાધનામાં ર૬માં ઉપવાસે તા. ર૬ ના સાંજે ૭-૧૭ કલાકે સમાધિભાવે સંથારો સીજી ગયો હતો.

તા. ર૭ના મંગળવારે સવારે ૯-૩૦ કલાકે પાલખીયાત્રા નીકળી હતી.

પૂ. શ્રી ધીરગુરૂદેવે ઝાટકીયા પરિવારની ધર્મભાવના અને માદરેવતન ગોપાલગ્રામમાં ધર્મભકિતની ભાવનાને બિરદાવી હતી.

લીંબડી સંપ્રદાયના પૂ. યોગિની બાઇ મ.સ.એ સંથારાની આરાધના કરાવી હતી.

(1:23 PM IST)