તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd November 2026
સૌરાષ્ટ્ર ભાજપના બે દિગ્ગજ નેતાઓ વચ્ચે ઘમાસાણ! : પ્રધાન કક્ષાના સૌરાષ્ટ્રના આગેવાનના પરિવારજન સામે ફરિયાદ થયાની ચર્ચાથી રાજકીય ખળભળાટ
એક સમયના ગુરુ-શિષ્ય ગણાતા અને સૌરાષ્ટ્ર રાજકોટના રાજકારણમાં જેવો એક સમયે સર્વે સરવા ગણાતા હતા અને બીજા આગેવાન પ્રધાન કક્ષાના ગણાય છે તેવા આ બે ટોચના નેતાઓ હવે સામસામે! : સોશિયલ મીડિયામાં એકબીજા સામે ખુલ્લેઆમ આક્ષેપ બાજી બાદ પાટનગરમાં થયેલી કથિત ફરિયાદ ઝીરો નંબરથી સૌરાષ્ટ્ર ટ્રાન્સફર થવાના નિર્દેશ

રાજકોટ : સૌરાષ્ટ્રના ભારતીય જનતા પાર્ટીના બે દિગ્ગજ નેતાઓ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં ચાલી રહેલી જાહેર આક્ષેપબાજી હવે કાનૂની વિવાદ સુધી પહોંચ્યાની શક્યતાએ ભારે ચર્ચા જગાવી છે.
એક સમયે ગુરુ-શિષ્ય જેવા ગાઢ રાજકીય સંબંધો ધરાવતા આ બંને નેતાઓ આજે એકબીજાના કટ્ટર વિરોધી બની ગયા હોવાની ચર્ચા છે. સોશિયલ મીડિયાના માધ્યમથી બંને પક્ષો એકબીજા સામે ખુલ્લેઆમ આક્ષેપો કરી રહ્યા છે.
દરમિયાન રાજકીય સૂત્રોમાંથી મળતા નિર્દેશ મુજબ, સૌરાષ્ટ્રમાં એક સમયે સર્વેસરવા ગણાતા એક મોટા ગજાના આગેવાન દ્વારા ચોક્કસ સમાજના પ્રધાન કક્ષાના એક અગ્રણીના પુત્રસમા મનાતા પરિવારજન સામે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ફરિયાદ કરવામાં આવી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ ફરિયાદ ઝીરો નંબરથી આગામી ગણતરીના કલાકોમાં સૌરાષ્ટ્રના સંબંધિત પોલીસ મથકે ટ્રાન્સફર થઈ શકે તેવી માહિતી પણ ચર્ચાઈ રહી છે.
જોકે ફરિયાદની સત્તાવાર વિગતો હજુ બહાર આવી નથી. ફરિયાદ ખરેખર નોંધાઈ છે કે કેમ અને તેમાં કયા આક્ષેપો કરવામાં આવ્યા છે તે અંગે પોલીસ તરફથી પુષ્ટિ મળવાની બાકી છે.
આ સમગ્ર ઘટનાક્રમમાં હવે ભાજપનું પ્રદેશ નેતૃત્વ કેવું વલણ અપનાવે છે અને કથિત ફરિયાદ અંગે શું સત્તાવાર વિગતો બહાર આવે છે તેના ઉપર રાજકીય વર્તુળોની મીટ મંડાઈ છે.
(9:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
