તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th September 2026
યુપીના પ્રયાગરાજમાં ધોળેદિવસે સમાજવાદી પાર્ટીના નેતા પવન યાદવ પર ગોળીબાર, સારવાર દરમિયાન મોત
પ્રયાગરાજ જિલ્લાના હાંડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સમાજવાદી પાર્ટીના નેતા પવન યાદવ પર અજાણ્યા શખ્સો દ્વારા ગોળીબાર બાદ તાત્કાલિક તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું .

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ જિલ્લાના હાંડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે મોટી ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. સમાજવાદી પાર્ટીના નેતા પવન યાદવ પર અજાણ્યા શખ્સો દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. જે બાદ તાત્કાલિક ધોરણે તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે.
માહિતી અનુસાર, મૃતક પવન યાદવ સમાજવાદી પાર્ટીના જિલ્લા સચિવ પદ સંભાળતા હતા. તેઓ ભૂતપૂર્વ ગામ વડા પણ હતા. ગોળીબારની ઘટનાથી વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે. હાલ ફિલહાલ ગોળીબારના હેતુ અને હુમલાખોરો વિશે વિગતો જાણી શકાઈ નથી. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. ઘટના બાદ વિસ્તારમાં તણાવને જોતાં પોલીસે હાજરી વધારી દીધી છે. હાંડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ઘટના બાદ પોલીસ આરોપીઓની શોધ કરી રહી છે અને ઘટના પાછળના કારણોની તપાસ કરી રહી છે.
પ્રાથમિક રિપોર્ટ અનુસાર, મંગળવારે સાંજે ગંગાનગર ઝોનના હાંડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પવન યાદવ કોઈ કામ અર્થે રસ્તા પર ઊભા હતા અને કેટલાક લોકો સાથે વાતચીત કરી રહ્યા હતા. ત્યારે અજાણ્યા બાઇક સવાર હુમલાખોરો ત્યાં આવ્યા હતા અને પવન યાદવ પર ગોળીબાર કરી ફરાર થયા હતા. બાઇક પર ત્રણ હુમલાખોરો આવ્યા હોવાનું હાલ સામે આવ્યું છે, જેમાંથી બે હેલ્મેટ પહેરેલા હતા. હુમલાખોરોમાંથી એકે પવન યાદવ પર ગોળીબાર કર્યો. પાછળના ભાગમાં ગોળી વાગતાં તે જમીન પર ઘડી પડ્યા હતા. સ્થાનિક લોકોએ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું છે. હત્યા કોણે કરી અને શા માટે તે હાલ સ્પષ્ટ નથી. પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે હત્યારાઓની તપાસ કરી રહી છે.
પવન યાદવ પ્રયાગરાજના હાંડિયાના મુંગરાવ ગામના રહેવાસી હતા. તે સમાજવાદી પાર્ટીના જિલ્લા સચિવનો હોદ્દો સંભાળતા હતા. ઘટનાની માહિતી મળતાં, પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી છે. પોલીસ ગોળીબાર કરનારાઓને ઓળખવા માટે સીસીટીવી કેમેરા અને અન્ય માધ્યમોથી તપાસ કરી રહી છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે તેમની કોઈ સાથે તાજેતરની કોઈ દુશ્મનાવટ હતી કે કેમ. પરંતુ, તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની વકી છે
(9:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
