તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st April 2026
અકિલા પરિવારના કિરીટભાઈ, અજીતભાઈના નાના બહેન ભાવનાબેન દિપકભાઈ નાગ્રેચાનું દુઃખદ અવસાન : કાલે સ્મશાન યાત્રા

રાજકોટ : સ્વ.બાબુભાઈ ગુણવંતભાઈ લાલજીભાઈ ગણાત્રા (જય સૌરાષ્ટ્ર પ્રેસ અકિલા દૈનિક) અને સ્વ. શાંતાબેન ગુણવંતરાય ગણાત્રાના પુત્રી ભાવનાબેન (ધારાબેન) દિપકકુમાર નાગ્રેચાનો આજરોજ દુઃખદ અવસાન થયુ છે. તેઓ દિપકભાઈ દુર્લભજીભાઈ નાગ્રેચા (મુળ સાવરકુંડલા હાલ રાજકોટ)ના ધર્મપત્નિ અને જલારામ જયોતના તંત્રી સુરેશભાઈ ગુણવંતરાય ગણાત્રા, અકિલાના મેનેજીંગ તંત્રી કિરીટભાઈ ગુણવંતરાય ગણાત્રા, અકિલાના તંત્રી અજીતભાઈ ગુણવંતરાય ગણાત્રા તથા સ્વ. રાજુભાઈ ગુણવંતરાય ગણાત્રાના બહેન તથા અકિલાની વેબ એડીશનના તંત્રી નિમીષભાઈ કિરીટભાઈ ગણાત્રાના ફઈબા, માનસી અભિજીત પારઘીના માતુશ્રી થતા હતા. તેમની સ્મશાન યાત્રા આવતીકાલે (સમય હવે પછી) બુધવારે અકિલા કાર્યાલય મોટી ટાંકી ખાતેથી નીકળશે.
(4:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
