<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th November 2026

સબરીમાલા યાત્રા : ૪૧ દિવસના વ્રતનો મહિમા

કેરળના પ્રસિદ્ધ સબરીમાલા મંદિરમાં ભગવાન અય્‍યપ્‍પાની વાર્ષિક મંડલ-મકરવિલક્કુ યાત્રાની શરૂઆત થઈ ગઈ છે. દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ આ યાત્રામાં ભાગ લેવા માટે સબરીમાલા પહોંચે છે. યાત્રાની સૌથી વિશેષ પરંપરા એ છે કે ભક્‍તોએ ભગવાન અય્‍યપ્‍પાનાં દર્શન કરતાં પહેલાં સતત ૪૧ દિવસ સુધી કઠિન વ્રત અને નિયમોનું પાલન કરવું પડે છે. આ સમયગાળાને ‘‘મંડલ વ્રતમ'' કહેવામાં આવે છે. આ વ્રતનો હેતુ શરીર અને મનને શુદ્ધ રાખવાની સાથે ભક્‍તોમાં શિસ્‍ત, સંયમ અને આધ્‍યાત્‍મિક ભાવના વિકસાવવાનો છે. ભક્‍તો વ્રતની શરૂઆત ગળામાં તુલસી અથવા રુદ્રાક્ષની માળા ધારણ કરીને કરે છે. આ માળાને ‘મુદ્રા માળા' કહેવામાં આવે છે. આ વ્રત દરમિયાન મોટા ભાગના ભક્‍તો કાળા, વાદળી અથવા કેસરી રંગનાં સાદાં વ ો પહેરે છે. ભક્‍તો સામાન્‍ય રીતે ચંપલ પહેરવાનું ટાળે છે અને શક્‍ય હોય ત્‍યાં સુધી જમીન પર સૂવાનું પસંદ કરે છે. રોજ સ્‍નાન કરવું, પૂજા કરવી, ભગવાન અય્‍યપ્‍પાનું નામસ્‍મરણ કરવું, દારૂ-માંસનું સેવન ન કરવું અને ગુસ્‍સા પર નિયંત્રણ રાખવું પણ આ વ્રતને ભાગ છે.

(10:27 AM IST)