<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd June 2026

યુક્રેનનો રશિયા પર પ્રચંડ પ્રહાર: પશ્ચિમ રશિયાના વોરોનેઝમાં આવેલી સેમિકન્ડક્ટર ડિફેન્સ ફેક્ટરી પર ક્રૂઝ મિસાઈલોથી ભયાનક હુમલો, ફેક્ટરીમાં ભીષણ આગ અને ધુમાડાના ગોટેગોટા છવાયા

મોસ્કો: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભયાનક યુદ્ધમાં યુક્રેને વધુ એક મોટો અને ઘાતક હુમલો કર્યો છે.

મળતા અહેવાલ મુજબ, સોમવારે વહેલી સવારે યુક્રેન દ્વારા પશ્ચિમ રશિયાના વોરોનેઝ શહેરમાં આવેલી 'વોરોનેઝ સેમિકન્ડક્ટર ડિવાઈસીસ ફેક્ટરી - એસેમ્બલી (VZPP-S)' પર ક્રૂઝ મિસાઈલો વડે એકસાથે અનેક પ્રહારો કરવામાં આવ્યા છે.

આ હાઈ-ટેક સંરક્ષણ ફેક્ટરી પરના પ્રહાર બાદ ત્યાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી અને ફેક્ટરીની અંદરથી ધુમાડાના કાળા ગોટેગોટા આકાશમાં ઉડતા જોવા મળ્યા હતા.

રશિયાના લશ્કરી સાધનોના નિર્માણમાં મહત્વનો ભાગ ભજવતી આ ફેક્ટરી પરનો હુમલો રશિયા માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે.

(10:13 PM IST)