તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 17th August 2026
યુક્રેનનો રશિયા પર મોટો હુમલો: વાઇલ્ડબેરીઝનું સૌથી મોટું લોજિસ્ટિક્સ હબ સંપૂર્ણ નાશ પામ્યું: હજારો કરોડ રૂપિયાનું નુકસાન: રશિયન અર્થવ્યવસ્થા અને સ્થાનિક સપ્લાય ચેઇનને ભારે મોટો ફટકો
ભીષણ આગને કારણે વાઇલ્ડબેરીઝના આ વિશાળ વેરહાઉસમાં ૧.૫ બિલિયન ડોલરથી વધુનું જંગી નુકસાન થયું

મોસ્કો : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં એક અત્યંત મોટા સમાચાર સામે આવ્યા છે. તાજેતરના બ્રેકિંગ અહેવાલો અનુસાર, યુક્રેને રશિયાની અગ્રણી ઈ-કોમર્સ કંપની વાઇલ્ડબેરીઝના સૌથી મોટા લોજિસ્ટિક્સ હબને નિશાન બનાવીને તેને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધું છે. આ મોટા હુમલાને કારણે રશિયન અર્થવ્યવસ્થા અને સ્થાનિક સપ્લાય ચેઇનને ભારે મોટો ફટકો પડ્યો છે. પ્રાથમિક અંદાજ મુજબ, આ હુમલા અને તેનાથી લાગેલી ભીષણ આગને કારણે વાઇલ્ડબેરીઝના આ વિશાળ વેરહાઉસમાં ૧.૫ બિલિયન ડોલરથી વધુનું જંગી નુકસાન થયું હોવાની માહિતી છે. (૧.૫ બિલિયન ડોલર ભારતીય ચલણમાં ૧૪૩૧૭ કરોડ રૂપિયા બરાબર થાય છે.)
વાઇલ્ડબેરીઝ રશિયાની સૌથી મોટી ઓનલાઈન રિટેલર અને ઈ-કોમર્સ કંપની હોવાથી, આ લોજિસ્ટિક્સ હબ લાખો ગ્રાહકો સુધી માલસામાન પહોંચાડવા માટેનું મુખ્ય કેન્દ્ર હતું અને તેના નાશથી રશિયાના આંતરિક બજારમાં માલસામાનની ભારે અછત સર્જાઈ શકે છે.
યુક્રેન દ્વારા રશિયાની આંતરિક માળખાગત સુવિધાઓ અને મોટા આર્થિક કેન્દ્રો પર કરવામાં આવી રહેલા હુમલાઓની શ્રેણીમાં આને અત્યાર સુધીનો સૌથી મોટો પ્રહાર માનવામાં આવી રહ્યો છે.
(12:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
