<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th September 2026

રશિયા-યુક્રેન જંગ: પુતિનનો આક્રમક વલણ, ટ્રમ્પની શાંતિ પહેલને મોટો આંચકો

​ટ્રમ્પના બે શાંતિ દૂતોને પુતિને સ્પષ્ટ સંકેત આપ્યો – યુદ્ધ પૂરું કરવાનો હાલ કોઈ મૂડ નથી; યુક્રેન સાથે સ્થિતિ વધુ વિષમ બનશે

​મોસ્કો / વોશિંગ્ટન: ​અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રશિયા-યુક્રેન યુદ્ધ વિરામ કરાવવાના પ્રયાસોને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને મોટો આંચકો આપ્યો છે. ટ્રમ્પ દ્વારા મોકલવામાં આવેલા બે વિશેષ શાંતિ દૂતો સાથેની ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન પુતિને ચોખ્ખા શબ્દોમાં જણાવી દીધું છે કે, હાલ તેમનો યુદ્ધ ખતમ કરવાનો કોઈ મૂડ નથી અને યુક્રેન સાથે શાંતિ સમજૂતીની સ્થિતિ ખૂબ જ જટિલ અને મુશ્કેલ છે.

​શાંતિ મિશન નિષ્ફળ રહેવાના સંકેત

ડોનાલ્ડ ટ્રમ્પે સત્તામાં આવ્યા બાદ યુદ્ધ ઝડપથી પૂરું કરાવવાનો દાવો કર્યો હતો અને આ માટે તેમના બે વિશ્વાસુ શાંતિ દૂતોને રશિયા સાથે વાટાઘાટો કરવા મોકલ્યા હતા. જોકે, પુતિનના આકરા વલણે સ્પષ્ટ કરી દીધું છે કે રશિયા પોતાની શરતોથી પાછળ હટવા તૈયાર નથી. પુતિને દૂતોને કડક શબ્દોમાં કહ્યું હતું કે જ્યાં સુધી રશિયાના સુરક્ષા અને ક્ષેત્રીય દાવાઓને પૂર્ણ કરવામાં નહીં આવે, ત્યાં સુધી યુદ્ધ વિરામ શક્ય નથી.
​યુક્રેન સાથે સ્થિતિ વધુ વણસશે
બેઠક દરમિયાન પુતિને ઉમેર્યું હતું કે યુક્રેન અને પશ્ચિમી દેશોનું વલણ શાંતિ વાટાઘાટોમાં સૌથી મોટો અવરોધ છે. વર્તમાન સંજોગોમાં યુક્રેન સાથે કોઈ પણ પ્રકારની મધ્યસ્થતા કરવી અત્યંત મુશ્કેલ છે. રશિયા પોતાના લશ્કરી લક્ષ્યાંકો પૂરા ન થાય ત્યાં સુધી આક્રમક કારવાઈ ચાલુ રાખશે.
​પુતિનના આ વલણ બાદ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધી છે, કારણ કે ટ્રમ્પ શાસન માટે આ યુદ્ધ રોકવું ધાર્યા કરતાં વધુ કઠિન સાબિત થઈ રહ્યું છે.

(11:16 AM IST)