News of Wednesday, 25th November 2026
અંતરિક્ષમાંથી પૃથ્વી ઉપર બારીક નજર રાખવા રશિયાએ તરતો મૂક્યો અત્યાધુનિક ‘કોએન' ઉપગ્રહઃ અડધા મીટર જેટલી ચોકસાઈથી તસવીરો લઈ શકશે
રશિયાની ખાનગી કંપનીની અવકાશ ક્ષેત્રે મોટી સિદ્ધિઃ વાહનો, ઇમારતો અને ખુલ્લા વિસ્તારોમાં થતી વિવિધ ગતિવિધિઓના અભ્યાસમાં મળશે મદદ

મોસ્કો, તા. ૨૫ : અવકાશી ટેકનોલોજીના ક્ષેત્રમાં રશિયાએ વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે. રશિયાની ખાનગી કંપની એમટી-લેબ દ્વારા વિકસાવવામાં આવેલા ‘કોએન' નામના અત્યાધુનિક ઉપગ્રહને ગત ૧૪ નવેમ્બરે પૃથ્વીની ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક તરતો મૂકવામાં આવ્યો છે.
વોસ્ટોચની અવકાશ મથકેથી સોયુઝ રોકેટની મદદથી આ ઉપગ્રહનું પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું. તેની સાથે ‘કિનોસ્પુતનિક' નામનો અન્ય એક ઉપગ્રહ પણ છોડવામાં આવ્યો છે.
કોએન ઉપગ્રહની વિશેષતા એ છે કે તે પૃથ્વીની સપાટીની અડધા મીટર પ્રતિ પિક્સેલની ચોકસાઈ ધરાવતી તસવીરો મેળવી શકે છે. શહેરો, માર્ગો, વાહનો, કૃષિ વિસ્તારો, બાંધકામ અને કુદરતી આપત્તિઓની અસરનો અભ્યાસ કરવામાં આ ટેકનોલોજી ઉપયોગી બની શકે છે.
ઉપગ્રહમાંથી માનવીના ચહેરાની ઓળખ કરી શકાશે કે વ્યક્તિ શું કરી રહી છે તે સતત જોઈ શકાશે, તેવા દાવાને સત્તાવાર સમર્થન મળ્યું નથી. ઉપગ્રહની તસવીરો લેવાની ક્ષમતા અને સતત જીવંત નિરીક્ષણ વચ્ચે નોંધપાત્ર તફાવત છે. આ પ્રકારના વર્ષે બે ઉપગ્રહ તૈયાર કરવાની દિશામાં ઉત્પાદક કંપની આગળ વધી રહી હોવાનું જાણવા મળે છે.
(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
