તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th July 2026
ફોરેક્સ માર્કેટમાં રૂપિયાની મજબૂત વાપસી: અમેરિકી ડોલર સામે ભારતીય ચલણ ૧૮ પૈસા ઉછળીને ૯૫.૩૮ ના સ્તરે બંધ
વૈશ્વિક બજારોના સાનુકૂળ સંકેતો વચ્ચે રૂપિયામાં જોવા મળ્યો સુધારો: ઇન્ટ્રા-ડે ટ્રેડમાં ૧૦૧ ના સ્તર પર પહોંચ્યો ગ્લોબલ ડોલર ઇન્ડેક્સ

મુંબઈ : વૈશ્વિક સ્તરે ચલણ બજારમાં ચાલી રહેલી ભારે ઉથલપાથલ વચ્ચે આજે ભારતીય રૂપિયાએ શાનદાર પ્રદર્શન કર્યું છે. સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં (વિદેશી હૂંડિયામણ બજાર) ગુરુવારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો ૧૮ પૈસાના મજબૂત ઉછાળા સાથે ૯૫.૩૮ ના સ્તર પર બંધ આવ્યો હતો. વિદેશી ભંડોળના સતત પ્રવાહ અને સ્થાનિક શેરબજારોમાં જોવા મળેલી તેજીના કારણે રૂપિયાને વૈશ્વિક સ્તરે મજબૂત ટેકો મળ્યો છે, જેના કારણે રોકાણકારોનો ઉત્સાહ પણ વધ્યો છે.
આજના કારોબારની વિગતો જોઈએ તો, ફોરેક્સ માર્કેટમાં સવારથી જ રૂપિયામાં મજબૂતીનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. દિવસના અંતે રૂપિયો ૧૮ પૈસા મજબૂત થઈને પ્રતિ ડોલર સામે ૯૫ રૂપિયા અને ૩૮ પૈસા પર સ્થિર થયો હતો. બજારના વિશ્લેષકોના મતે, આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલની કિંમતોમાં નરમાશ અને એશિયાઈ બજારોના સકારાત્મક સેન્ટિમેન્ટને કારણે ભારતીય ચલણને આ રિકવરી કરવામાં મોટી મદદ મળી છે.
૧૦૧ ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે ડોલર ઇન્ડેક્સ:
બીજી તરફ, વિશ્વના છ અગ્રણી ચલણોની બાસ્કેટ સામે અમેરિકી ડોલરની વાસ્તવિક મજબૂતાઈને માપતો ગ્લોબલ 'ડોલર ઇન્ડેક્સ' આજે ઇન્ટ્રા-ડે ટ્રેડિંગ દરમિયાન ૧૦૧ ના સ્તર પર આસપાસ ટ્રેડ કરતો જોવા મળ્યો હતો. ડોલર ઇન્ડેક્સમાં આવેલી આ આંશિક સ્થિરતાના કારણે જ ઉભરતા બજારોના ચલણો, ખાસ કરીને ભારતીય રૂપિયાને શ્વાસ લેવાની જગ્યા મળી છે. આગામી દિવસોમાં યુએસ ફેડરલ રિઝર્વની નાણાકીય નીતિઓ અને આર્થિક આંકડાઓ પરથી રૂપિયાની આગામી ચાલ નક્કી થશે.
(8:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
