<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

ડોલર સામે રૂપિયાની છલાંગઃ ૯૨.૪૯: ૮ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્‍યો

ચાલુ નાણાકીય વર્ષનું સમગ્ર ધોવાણ એક જ ઝાટકે સરભરઃ નવેમ્‍બરમાં અત્‍યાર સુધી ૨.૯ ટકાનો સુધારો વિદેશી રોકાણકારોએ ભારતીય શેરોમાં રેકોર્ડ ૧૪.૩ અબજ ડોલર ઠાલવ્‍યા

નવી દિલ્‍હી તા.૨૬: ભારતીય રૂપિયાએ ડોલર સામે એવી મજબૂત છલાંગ લગાવી છે કે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન થયેલું સમગ્ર ધોવાણ એક જ ઝાટકે સરભર થઈ ગયું છે. વિદેશી રોકાણકારોનો ભારતીય શેરબજાર તરફ વધેલો રસ, ક્રૂડ ઓઇલના ઘટેલા ભાવ અને દેશમાં ડોલરમાં વધારાના કારણે રૂપિયો ૮ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્‍યો છે. નવેમ્‍બર મહિનામાં અત્‍યાર સુધીમાં રૂપિયો ૨.૯ ટકા મજબૂત થયો છે. આજે બપોરે ૯૨.૪૯ ઉપર રૂપિયો ટ્રેડ કરી રહ્યો છે.

બુધવારે રૂપિયો ૭૨ પૈસા મજબૂત થઈને ડોલર સામે ૯૨.૨૩ પર બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન તે ૯૨.૧૯ની સપાટીએ પહોંચ્‍યો હતો, જે છેલ્‍લા ૮ મહિનાનું ઉચ્‍ચતમ સ્‍તર છે. એક જ દિવસમાં રૂપિયામાં ૦.૭ ટકાનો સુધારો થયો હતો. નવેમ્‍બર મહિનામાં અત્‍યાર સુધીમાં રૂપિયો ૨.૯ ટકા મજબૂત થયો છે.

ક્રૂડ ઓઇલના ઘટતા ભાવ, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો તરફથી થઈ રહેલી મજબૂત ખરીદી અને દેશમાં ડોલરની માગ તથા પુરવઠાની સ્‍થિતિમાં સુધારાને કારણે રૂપિયાને ટેકો મળ્‍યો છે. આ મહિનામાં અત્‍યાર સુધી વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાં રેકોર્ડ ૧૪.૩ અબજ ડોલરનું રોકાણ કર્યું છે. વૈશ્વિક ટેક્રોલોજી શેરોમાંથી નાણાં પાછાં ખેંચીને અન્‍ય બજારોમાં રોકાણ કરવાની દિશામાં બદલાતા વલણનો ભારતને ફાયદો થયો છે. નકશાજુઓ

વિદેશી રોકાણના પ્રવાહથી ભારતીય શેરબજારમાં પણ તેજી આવી છે. તેના કારણે મુખ્‍ય શેરબજાર સૂચકાંકો આ વર્ષની શરૂઆતથી અત્‍યાર સુધીના નુકસાનની ભરપાઈ કરવાની નજીક પહોંચ્‍યા છે. વૈશ્વિક રોકાણના પ્રવાહમાં આવેલો આ ફેરફાર ભારત માટે ફાયદાકારક બની શકે છે. ખાસ કરીને ટેક્રોલોજી શેરોમાં વધુ રોકાણ ધરાવતા રોકાણકારો જો પોતાના પોર્ટફોલિયોમાં વિવિધતા લાવીને ઊભરતાં બજારોમાં રોકાણ વધારશે તો ભારતને વધુ મૂડી મળી શકે છે. નકશાજુઓ

રૂપિયો એશિયાના અન્‍ય દેશોનાં ચલણો કરતાં પણ સારો દેખાવ કરી રહ્યો છે. છેલ્‍લા ૭ ટ્રેડિગ સેશનમાંથી ૬ સેશનમાં રૂપિયો મજબૂત થયો છે. રૂપિયો મજબૂત થવાથી ભારતની આયાત કરવાની ક્ષમતા વધે છે અને આયાતી મોંઘવારીને કાબૂમાં રાખવામાં મદદ મળે છે. જોકે, રૂપિયામાં જરૂર કરતાં વધુ મજબૂતી આવે તો નિકાસની સ્‍પર્ધાત્‍મકતા અને સ્‍થાનિક ઉત્‍પાદન ક્ષેત્રને નુકસાન થઈ શકે છે.

આરબીઆઈ (RBI)ના ૨૦૨૬ના આર્થિક સર્વેક્ષણના વિશ્‍લેષણ મુજબ, નિર્ધારિત આધારસ્‍તરની સરખામણીમાં રૂપિયો ૫ ટકા મજબૂત થાય તો મોંઘવારીમાં આશરે ૪૦ બેસિસ પોઇન્‍ટનો ઘટાડો થઈ શકે છે. જોકે, તેની સાથે જીડીપી (GDP) વૃદ્ધિ દરમાં આશરે ૨૫ બેસિસ પોઇન્‍ટનો ઘટાડો થવાની પણ શક્‍યતા છે.

એચડીએફસી સિક્‍યોરિટીઝના સિનિયર રિસર્ચ એનાલિસ્‍ટ દિલીપ પરમારના જણાવ્‍યા મુજબ, વિદેશી રોકાણનો સતત પ્રવાહ, ક્રૂડ ઓઇલના નરમ ભાવ, સ્‍થાનિક બોન્‍ડના ઘટતા યીલ્‍ડ અને શેરબજારમાં મજબૂતીથી રૂપિયાને ટેકો મળ્‍યો છે. તેમણે જણાવ્‍યું હતું કે, નજીકના ગાળામાં સ્‍પોટ ડોલર-રૂપિયા વિનિમય દરમાં નરમાઈનું વલણ રહી શકે છે અને તે ૯૨ની સપાટી તરફ જઈ શકે છે. જ્‍યારે ૯૨.૮૫ની સપાટી તાત્‍કાલિક પ્રતિકાર સ્‍તર તરીકે કામ કરી શકે છે.

અનુકૂળ પરિસ્‍થિતિ યથાવત્‌ રહે તો રૂપિયામાં મજબૂતીનું વલણ ચાલુ રહેવાની ધારણા છે. આવી સ્‍થિતિમાં ડોલર ૯૧.૫થી ૯૨ની રેન્‍જમાં આવી શકે છે. બીજી તરફ, બુધવારે જાહેર થયેલા તાજેતરના આંકડા મુજબ, આરબીઆઈએ સપ્‍ટેમ્‍બરમાં ડોલરની ચોખ્‍ખી વેચવાલી કરી હતી. આ પહેલાં સતત ૩ મહિના સુધી આરબીઆઈએ ડોલરની ચોખ્‍ખી ખરીદી કરી હતી. સપ્‍ટેમ્‍બરમાં તેણે સ્‍થાનિક અને ઓફશોર ઓવર-ધ-કાઉન્‍ટર વ્‍યવહારો મારફતે ચોખ્‍ખા ૬.૯ અબજ ડોલર વેચ્‍યા હતા. તેની સામે ઓગસ્‍ટમાં આરબીઆઈએ ચોખ્‍ખા ૪૩.૩ અબજ ડોલરની ખરીદી કરી હતી.

સપ્‍ટેમ્‍બરમાં આરબીઆઈએ કુલ ૮૨.૨ અબજ ડોલરની ખરીદી કરી હતી, જ્‍યારે ૭૫.૩ અબજ ડોલરનું વેચાણ કર્યું હતું. ઓગસ્‍ટમાં તેણે ૭૪.૫ અબજ ડોલરની ખરીદી સામે ૩૧.૨ અબજ ડોલરનું વેચાણ કર્યું હતું. આમ, ૨૦૨૬માં સપ્‍ટેમ્‍બર સુધીમાં આરબીઆઈની ડોલરની કુલ ચોખ્‍ખી ખરીદી ૫૪.૪ અબજ ડોલર રહી હતી.

(3:44 PM IST)