<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th September 2026

સંભલ હિસાના આરોપીની ગેરકાયદે અટકાયત બદલ રૂ. ૧૦ લાખનો દંડ

એનએસએના દુરુપયોગ બદલ ઉ.પ્રદેશ સરકારનો ઉધડો : એનએસએ હેઠળ મુલ્‍લા અફરોઝની અટકાયતને યોગ્‍ય ઠેરવતો હાઈકોર્ટનો આદેશ સુપ્રીમે રદ કર્યો

ઉત્તર પ્રદેશના સંભલમાં હિસાના આરોપી મુલ્‍લા અફરોઝની સામે લગાવાયેલ એનએસએને રદ કરવા સુપ્રીમે આદેશ કર્યો હતો. સાથે જ ગેરકાયદે અટકાયતના આદેશ બદલ રાજ્‍ય સરકારને ૧૦ લાખ રૂપિયાનો દંડ પણ કર્યો હતો. ૨૦૨૪માં થયેલી હિસામાં મુલ્‍લા અફરોઝ માસ્‍ટરમાઇન્‍ડ માનવામાં આવતો હતો.

સુપ્રીમ કોર્ટના ન્‍યાયાધીશ દિપાંકર દત્તાની બેંચે અલ્‍લાહાબાદ હાઈકોર્ટના ચુકાદાને રદ કર્યો હતો, હાઇકોર્ટે આરોપી મુલ્‍લા અફરોઝ પર લાગુ કરાયેલા એનએસએ અને અટકાયતને યોગ્‍ય ઠેરવ્‍યા હતા. સુપ્રીમની બેંચે કહ્યું હતું કે કોઈ આરોપીના માત્ર કબુલાતના નિવેદનના આધારે એનએસએ હેઠળ અટકાયત ના કરી શકાય.

૨૦૨૪માં સંભલમાં મસ્‍જિદના  સર્વે દરમિયાન હિસા ફાટી નીકળી હતી, જેમાં ચાર લોકો માર્યા ગયા હતા. ૨૦૨૫માં ઉત્તર પ્રદેશ પોલીસે હિંસાના શકાય મામલાઓમાં એનએસએ લાગુ કર્યો હતો. એનએસએ હેઠળ કોઈ આરોપીને ૧૨ મહિના સુધી સુધી અટકાયતમાં રાખી શકાય છે. છે. જેને જેને બાદમાં લંબાવી પણ છે. સુપ્રીમ કોર્ટે અટકાયતના ગેરકાયદે આદેશ બદલ સરકારને ૧૦ લાખ રૂપિયાનો દંડ કર્યો હતો. મુલ્‍લા અફરોઝને હિસાના ૫૪ દિવસ બાદ અટકાયતમાં લેવામાં આવ્‍યો હતો. મુલ્‍લા અફરોઝ પર ગોળીબાર કરવાનો આરોપ હતો, જ્‍યારે તેણે સુપ્રીમમાં દાવો કર્યો હતો કે હિસા સમયે બે નહીં પણ પોલીસે ગોળીબાર કર્યો હતો.

 

(10:18 AM IST)