<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th November 2026

મુંબઈની ગલીઓમાં ‘રોયલ ક્રિકેટ': પ્રિન્‍સ વિલિયમ અને કેટ મિડલટને સચિન તેંડુલકર સાથે માણી સ્‍ટ્રીટ ક્રિકેટની મજા

બેલાર્ડ એસ્‍ટેટ ખાતે શાળાના બાળકો સાથે શાહી દંપતીએ બેટિંગ અને બોલિંગ કરી સચિને પ્રિન્‍સ વિલિયમને ક્રિકેટની ખાસ ટિપ્‍સ આપી, રમત દ્વારા પર્યાવરણીય સંરક્ષણ અને ટકાઉ જીવનશૈલીનો અપાયો મહત્‍વપૂર્ણ સંદેશ

મુંબઈ, તા.૧૬: બ્રિટનના પ્રિન્‍સ વિલિયમ અને પ્રિન્‍સેસ કેટ મિડલટન મુંબઈના બેલાર્ડ એસ્‍ટેટ ખાતે એકદમ અનોખા અને હળવાફૂલ અંદાજમાં જોવા મળ્‍યા હતા, જ્‍યાં તેમણે ભારતીય ક્રિકેટના દિગ્‍ગજ સચિન તેંડુલકર અને શાળાના બાળકો સાથે સ્‍ટ્રીટ ક્રિકેટનો ભરપૂર આનંદ માણ્‍યો હતો. મેદાનમાં ઉતરતા પહેલા સચિન તેંડુલકરે શાહી દંપતી સાથે ક્રિકેટની ખાસ ક્ષણો અંગે હળવી વાતચીત કરી હતી. રમત દરમિયાન પ્રિન્‍સ વિલિયમે પહેલા બેટિંગ અને ત્‍યારબાદ પ્રિન્‍સેસ કેટ સામે બોલિંગમાં હાથ અજમાવ્‍યો હતો, જેમાં સચિને તેમને બેટિંગની ખાસ યુક્‍તિઓ શીખવી હતી. ત્‍યારબાદ ખુદ માસ્‍ટર બ્‍લાસ્‍ટર ક્રીઝ પર આવ્‍યા હતા અને પ્રિન્‍સ તથા પ્રિન્‍સેસ બંને સાથે વારાફરતી ક્રિકેટ રમીને ઉપસ્‍થિત બાળકોનો ઉત્‍સાહ બમણો કરી દીધો હતો.

આ ખાસ કાર્યક્રમ માત્ર મનોરંજન કે રમત પૂરતો મર્યાદિત ન હતો, પરંતુ તેની પાછળ પર્યાવરણીય સંરક્ષણ અને ટકાઉ વિકાસનો એક ઉમદા સંદેશ પણ જોડાયેલો હતો. ક્રિકેટ જેવી અત્‍યંત લોકપ્રિય રમતના માધ્‍યમથી બાળકો અને સામાન્‍ય લોકોમાં પળથ્‍વીના રક્ષણ, પર્યાવરણીય જવાબદારી અને ટકાઉ જીવનશૈલી અપનાવવા અંગે જાગળતિ ફેલાવવાનો આ પહેલનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય હતો. આ પ્રસંગે શાહી દંપતી અને સચિન તેંડુલકરનો ખાસ અંદાજ પણ સૌના આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યો હતો.

કાર્યક્રમ દરમિયાન પ્રિન્‍સ વિલિયમે નેવી બ્‍લુ સ્‍લીવલેસ નેહરુ-સ્‍ટાઇલ જેકેટ, સફેદ શર્ટ અને ડાર્ક ટ્રાઉઝર પહેરીને ભારતીય શૈલી અપનાવી હતી, જ્‍યારે પ્રિન્‍સેસ કેટ મિડલટન હળવા લીલા રંગના ડબલ-બ્રેસ્‍ટેડ બ્‍લેઝર, સફેદ ટોપ અને મેચિંગ ટ્રાઉઝરમાં અત્‍યંત આકર્ષક લાગી રહ્યા હતા. બીજી તરફ, સચિન તેંડુલકર નેવી બ્‍લુ શર્ટ અને ડાર્ક ડેનિમના સ્‍માર્ટ-કેઝ્‍યુઅલ લુકમાં જોવા મળ્‍યા હતા. સચિન અને શાહી દંપતીની આ ખાસ જુગલબંધીએ મુંબઈના ક્રિકેટ પ્રેમીઓ અને બાળકો માટે એક યાદગાર ક્ષણ સર્જી દીધી હતી.

(3:57 PM IST)