<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th June 2026

કોલકતામાં નિર્માણાધીન ગોડાઉનની છત અચાનક ધરાશાયી: અનેક કામદારો કાટમાળ નીચે દટાઈ ગયા

ઘટનાની જાણ થતાં વહીવટી તંત્ર, ફાયર બ્રિગેડ અને બચાવ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. શહેરમાં નિર્માણાધીન ગોડાઉનની છત અચાનક ધરાશાયી થતાં અનેક કામદારો કાટમાળ નીચે દટાઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. દુર્ઘટના સમયે સ્થળ પર આશરે 25 જેટલા કામદારો કામ કરી રહ્યા હતા. ઘટનાની જાણ થતાં વહીવટી તંત્ર, ફાયર બ્રિગેડ અને બચાવ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને કાટમાળમાં ફસાયેલા કામદારોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી શરૂ કરી છે. દુર્ઘટનામાં કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે અથવા જાનહાનિ થઈ છે તે અંગેની સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.

(9:20 PM IST)