તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th April 2026
ભાન ભૂલ્યો રોબોટ..ડાન્સ પ્રોગ્રામમાં બેકાબૂ થતાં છોકરીને બાહોમાં લઈ વિચિત્ર હરકત કરી
ચીનના શાંક્સી પ્રાંતની એક યુનિવર્સિટીની ઘટનાઃ એક સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન હ્યુમેનોઇડ રોબોટ ડાન્સ પરફોર્મ કરી રહ્યો હતો. બધું ઠીકઠાક ચાલી રહ્યું હતું ત્યારે અચાનક રોબોટ પોતાની જગ્યાથી હટી નજીકમાં ઊભેલી એક છાત્રાની પાસે પહોંચી ગયો અને તેને ગળે લગાવી લીધી

શાંક્સી (ચીન),તા.૨૮: આ ઘટના ચીનના શાંક્સી પ્રાંતની એક યુનિવર્સિટીની છે. જ્યાં એક સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન હ્યુમેનોઇડ રોબોટ ડાન્સ પરફોર્મ કરી રહ્યો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર, બધું ઠીકઠાક ચાલી રહ્યું હતું, ત્યારે અચાનક રોબોટ પોતાની જગ્યાથી હટી નજીકમાં ઊભેલી એક છાત્રાની પાસે પહોંચી ગયો અને તેને ગળે લગાવી લીધી.
શું રોબોટ્સમાં હવે ભાવનાઓ આવી ગઈ છે કે પછી માણસની માફક હવે તે પણ વ્યવહાર કરવા લાગ્યા છે? ચીનના શાંક્સી પ્રાંતની એક યુનિવર્સિટીમાં ચાલી રહેલા ડાન્સ પરફોર્મન્સ દરમિયાન એક વિચિત્ર ઘટના જોવા મળી. તેમાં લાઇવ પરફોર્મન્સ દરમિયાન એક હ્યુમેનોઇડ રોબોટ અચાનક પોતાની પ્રોગ્રામિગ ભૂલી ગયો અને બાજુમાં ઊભેલી છોકરીને ભેટી પડ્યો. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર જંગલમાં લાગેલી આગની માફક ફેલાઈ રહ્યો છે. આ વીડિયોએ આખી દુનિયામાં હલચલ મચાવી દીધી છે. વીડિયો જોયા બાદ લોકો AI સેફટીને લઈ ચર્ચા કરી રહ્યા છે.
આ ઘટના ચીનના શાંક્સી પ્રાંતની એક યુનિવર્સિટીની છે. જ્યાં એક સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન હ્યુમેનોઇડ રોબોટ ડાન્સ પરફોર્મ કરી રહ્યો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર, બધું ઠીકઠાક ચાલી રહ્યું હતું, ત્યારે અચાનક રોબોટ પોતાની જગ્યાથી હટી નજીકમાં ઊભેલી એક છાત્રાની પાસે પહોંચી ગયો અને તેને ગળે લગાવી લીધી. રોબોટનું આ પ્રકારનું વર્તન લોકો પણ સમજી શક્યા નહીં, કેમ કે રોબોટને ખાલી ડાન્સ માટે પ્રોગ્રામ કર્યો હતો.
જેવું રોબોટે છાત્રાને પકડી લીધી, ત્યાં હાજર સ્ટાફે તરત કાર્યવાહી કરી અને રોબોટને છોકરીથી અલગ કર્યો. રાહતની વાત એ છે કે આ ઘટનામાં છાત્રાને કોઈ ઈજા થઈ નથી. પણ આ દ્રશ્ય જોઈ ત્યાં હાજર લોકો પણ ચોંકી ગયા હતા.
આ ઘટનાનો વીડિયો સામે આવતા સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહ્યો છે. કેટલાય લોકોએ સવાલ ઉઠાવ્યો છે કે શું રોબોટ ખુદ આ પ્રકારનો નિર્ણય લીધો કે પછી ટેકનિકલી કોઈ ખામીનું આ પરિણામ હતું. અમુક યુઝર્સ તેને મશીનની પોતાની સમજ ગણાવે છે, જ્યારે અન્ય લોકોએ તેને સિસ્ટમની ભૂલ ગણાવી રહ્યા છે.
રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર, આ રોબોટને એક ખાસ પરફોર્મન્સ માટે તૈયાર કર્યો હતો, યુનિવર્સિટી સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે આ ઘટના કોઈ ટેકનિકલ ખરાબીના કારણે થઈ હોઈ શકે છે. અમુક એક્સપર્ટ તેને સોફટવેર ગરબડ અથવા સિગ્નલ ઇન્ટરફેરન્સની અસર ગણાવી રહ્યા છે.
આ પહેલી વાર નથી, જ્યારે કોઈ હ્યુમેનોઇડ રોબોટના વ્યવહાર પર સવાલ ઉઠ્યા હોય. હાલના સમયમાં આવા કેટલાય કિસ્સા સામે આવ્યા છે. જ્યાં રોબોટ્સે અજાણતા માણસો સાથે અસામાન્ય હરકતો કરી હોય. તેનાથી આ સ્પષ્ટ થાય છે કે ટેકનિક હજુ પણ સંપૂર્ણપણે સુરક્ષિત નથી.
(9:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
