તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 11th September 2026
બેંકમાં ઘૂસી કર્મચારીઓની આંખમાં મરચું છાંટી લાખોની લૂંટ
નાગપુરમાં ચોંકાવનારી ઘટનાઃ SBIમાં ફિલ્મી સ્ટાઈલમાં લૂંટ થઈ : પોલીસે ગણતરીના ૩૦ મિનિટમાં જ તેને દબોચી લીધો અને લૂંટાયેલી રકમ પાછી મેળવી લીધી

નાગપુર,તા.૧૧: મહારાષ્ટ્રના નાગપુરમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. અહીં ફિલ્મી સ્ટાઈલમાં એક ચોરીનો મામલો સામે આવ્યો છે. સક્કરદરા વિસ્તારમાં આવેલી એસબીઆઈ બેંકમાં એક લૂંટારૂ ઘૂસી આવ્યો હતો. તેણે મરચાનો પાઉડર છાંટી ૪ લાખ રૂપિયાની લૂંટ ચલાવીને ત્યાંથી નાસી ગયો હતો.
જોકે આ ઘટનાની જાણ થતાં જ પોલીસે સીસીટીવીની મદદથી આરોપીને માત્ર અડધા કલાકમાં દબોચી લીધો હતો અને તેની પાસેથી લૂંટની રકમ કબજે કરી લીધી હતી. હવે પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે તેણે કયા ઉદ્દેશ્યથી આ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે તેણે ફિલ્મી સ્ટાઈલમાં બેંકના દરેક કર્મચારીની આંખમાં મરચું છાંટવાનો પ્રયાસ કર્યો હતો જેના સીસીટીવી સામે આવ્યા હતા
(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
