News of Monday, 21st September 2026
ઇંગ્લેન્ડના વોટફર્ડ ખાતે ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શિષ્ય અને ઋષિકુમાર હાર્દિકભાઈ જોશીના વ્યાસાસને પ્રથમ શ્રીમદ્ ભાગવત કથાનું ભવ્ય આયોજન : શ્રદ્ધાળુઓ દ્વારા હર્ષોલ્લાસ સાથે ઉજવાયો શ્રીકૃષ્ણ જન્મોત્સવ
જયસુખભાઈ મિસ્ત્રી પરિવારના યજમાનપદે યોજાયેલી કથા બાદ ૨૭ સપ્ટેમ્બરથી લૅસ્ટર સનાતન મંદિરમાં યોજાશે ભાગવત કથા : પ્રેસ્ટન સહિત વિવિધ સ્થળોએ સનાતન ધર્મનો થશે પ્રચાર-પ્રસાર

વોટફર્ડ (ઇંગ્લેન્ડ): વિદેશની ધરતી પર ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને સનાતન ધર્મની દિવ્ય જ્યોત પ્રજ્વલિત થઈ રહી છે. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શિષ્ય તથા સાંદીપનિ વિદ્યાનિકેતનના ઋષિકુમાર હાર્દિકભાઈ જોશીના વ્યાસાસને ઇંગ્લેન્ડના વોટફર્ડ ખાતે પ્રથમ દિવ્ય શ્રીમદ્ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સેંકડો શ્રદ્ધાળુ શ્રોતાઓની ઉપસ્થિતિમાં કથા દરમિયાન ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.
આ પાવન કથાના મુખ્ય યજમાન તરીકે જયસુખભાઈ મિસ્ત્રી તથા એલાબેન મિસ્ત્રી પરિવારનો અમૂલ્ય સહયોગ પ્રાપ્ત થયો છે.
યુકેના વિવિધ શહેરોમાં યોજાશે ધાર્મિક કાર્યક્રમો:
વોટફર્ડ ખાતે કથાની સફળ પૂર્ણાહુતિ બાદ આગામી ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૬થી લૅસ્ટર સ્થિત સનાતન મંદિરમાં શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન થવા જઈ રહ્યું છે. આ ઉપરાંત પ્રેસ્ટન હિન્દુ મંદિર તથા ઇંગ્લેન્ડના અન્ય વિવિધ શહેરોમાં પ્રવચનો અને પધરામણીઓ દ્વારા ભારતીય સનાતન ધર્મના શાશ્વત સંદેશનો વ્યાપક પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. પરમાત્માની કૃપા અને ગુરુજનોના આશીર્વાદથી યુકેમાં વસતા ભારતીય સમુદાયમાં આ ધાર્મિક આયોજનોને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
(3:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
