News of Wednesday, 24th June 2026
મિડલ ઈસ્ટમાં નવી સુરક્ષા વ્યવસ્થાનો ઉદય : અમેરિકાના પ્રભુત્વને ફટકો આપી ઈરાને અખાતી દેશો સમક્ષ મૂક્યો પરસ્પર સહયોગનો પ્રસ્તાવ
બહારની શક્તિઓના બદલે પ્રાદેશિક દેશો જ રાજકીય અને સુરક્ષા વ્યવસ્થા નક્કી કરે તેવા ઈરાનના મુખ્ય વાર્તાકાર ઘાલીબાફના નિવેદનથી ખળભળાટ : વર્ષ ૧૯૭૯ની ક્રાંતિ પહેલા શાહ શાસન સમયની જૂની નીતિ જ વર્તમાન ઈસ્લામિક સ્ટેટમાં પણ યથાવત રહી

તેહરાન:મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ)માં એક નવું સુરક્ષા માળખું આકાર લઈ રહ્યું છે, જેમાં હવે વોશિંગ્ટન (અમેરિકા) ના નિયમો ચાલવાના બંધ થઈ ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ઈરાનના મુખ્ય વાર્તાકાર ઘાલીબાફ દ્વારા આજે એક અત્યંત મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે, જેમાં તેમણે સ્પષ્ટ કર્યું છે કે મિડલ ઈસ્ટની રાજકીય અને સુરક્ષા વ્યવસ્થાનો નિર્ણય બહારની મહાસત્તાઓએ નહીં, પરંતુ આ પ્રદેશના સ્થાનિક દેશોએ જ જાતે કરવો જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોઈની સુરક્ષા અન્ય લોકોની અસુરક્ષા પર નિર્ભર હોવી જોઈએ નહીં.
પોતાની આ વ્યૂહરચનાને આગળ ધપાવતા ઈરાન હવે અખાતી દેશો (ગલ્ફ સ્ટેટ્સ) સમક્ષ ઔપચારિક સુરક્ષા કરારોની સાથે સાથે ઊંડા આર્થિક સંબંધો બાંધવાની સીધી દરખાસ્તો રજૂ કરી રહ્યું છે. ઈરાનનો આ પ્રસ્તાવ સીધો અમેરિકાની સુરક્ષા વ્યવસ્થા હેઠળ ચાલતી સિસ્ટમને બાયપાસ કરીને પ્રદેશમાં એક નવું સ્વતંત્ર માળખું ઊભું કરવાની સીધી પીચ સમાન માનવામાં આવી રહ્યો છે.
આ સમગ્ર ઘટનાક્રમ પાછળનો એક રસપ્રદ ઇતિહાસ એવો છે, જેનાથી મોટાભાગના લોકો અજાણ છે. વર્ષ ૧૯૭૯ની ઈરાનની ક્રાંતિ પહેલા, ત્યાંના તત્કાલીન શાસક શાહ દ્વારા પણ આ જ મૂળભૂત વિચારને આગળ ધપાવવામાં આવ્યો હતો. તેઓ પણ ઈચ્છતા હતા કે ગલ્ફ પ્રદેશની સુરક્ષા કાયમી વિદેશી સૈન્ય મથકો વિના સ્થાનિક પ્રાદેશિક સત્તાઓ જ જાતે સંભાળે. જોકે, ત્યારબાદ ઈરાનમાં રાજાશાહીનો અંત આવ્યો અને ઇસ્લામિક રિપબ્લિકે સમગ્ર રાજ્ય વ્યવસ્થાને સંપૂર્ણપણે નવેસરથી બેઠી કરી હતી, પરંતુ આશ્ચર્યજનક રીતે આ એક ચોક્કસ મુદ્દા પર ઈરાનની વિદેશ નીતિમાં દાયકાઓ પછી પણ કોઈ જ બદલાવ આવ્યો નથી.
અમેરિકાએ છેલ્લા ૫૦ વર્ષોથી પોતાના લશ્કરી મથકો અને બોમ્બના જોરે આ સમગ્ર મિડલ ઈસ્ટ પ્રદેશ પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. પરંતુ વર્તમાન ભૌગોલિક-રાજકીય સમીકરણો જોતાં એવું લાગી રહ્યું છે કે, અમેરિકા આ પ્રદેશ પરથી પોતાનો અંકુશ ગુમાવી શકે છે અને ઈરાન હથિયારોના બદલે માત્ર વિવિધ દેશો સાથેના કરાર અને હસ્તાક્ષરો (સિગ્નેચર્સ) વડે આ બાજી જીતી રહ્યું છે.
(11:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
