<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th September 2026

રેલવે ક્ષેત્રે ક્રાંતિ: હવે દેશભરમાં દોડશે ૨૬૦ નવી વંદે ભારત સ્લીપર ટ્રેન, લાંબા અંતરની રાત્રિ મુસાફરીનો અનુભવ સંપૂર્ણપણે બદલાઈ જશે!

૧૮૦ કિમી પ્રતિ કલાકની સ્પીડ, લક્ઝરી શાવર સુવિધા અને મોડ્યુલર પેન્ટ્રી: ભારતીય રેલવે દ્વારા BEML, ICF અને રશિયન જોઈન્ટ વેન્ચરને સોંપાઈ મોટાપાયે મેન્યુફેક્ચરિંગની જવાબદારી

નવી દિલ્હી : વર્ષ ૨૦૧૯માં ભારતીય રેલવેના નવતર ચેહરા તરીકે શરૂ થયેલી ‘વંદે ભારત એક્સપ્રેસ’ હવે એક નવો ઈતિહાસ રચવા તરફ આગળ વધી રહી છે. અત્યાર સુધી માત્ર દિવસ દરમિયાન ટૂંકા અંતરની મુસાફરી માટે જાણીતી આ ટ્રેન હવે લાંબા અંતરની રાત્રિ સફર માટે પણ પેસેન્જર્સની પહેલી પસંદ બનવા જઈ રહી છે. ભારતીય રેલવે દ્વારા દેશભરમાં કુલ ૨૬૦ વંદે ભારત સ્લીપર ટ્રેનસેટ (રેક) તૈયાર કરવાની વિશાળ યોજના પર કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.

આ પ્રોજેક્ટ હેઠળ અલગ-અલગ અગ્રણી મેન્યુફેક્ચરિંગ કંપનીઓને ટ્રેનસેટ બનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે:


•    BEML: ૧૦ ટ્રેનસેટ (દરેક ૧૬ કોચ)

•    ચેન્નાઈ ICF (Integral Coach Factory): ૫૦ ટ્રેનસેટ (દરેક ૨૪ કોચ, પેન્ટ્રી કાર સાથે)

•    કિનેટ રેલ્વે સોલ્યુશન્સ (KRS): ૧૨૦ ટ્રેનસેટ (લાતુર ખાતે ઉત્પાદન)

•    ટીટાગઢ-ભેલ (Titagarh-BHEL): ૮૦ ટ્રેનસેટ

હાઇ-સ્પીડ ટેકનોલોજી અને વિશેષતા:

આ સ્લીપર ટ્રેન ૧૮૦ કિમી પ્રતિ કલાકની ડિઝાઇન સ્પીડ ધરાવે છે, જે ભારતીય ટ્રેક પર ૧૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકશે. ટ્રેનમાં ‘ડિસ્ટ્રિબ્યુટેડ પાવર સિસ્ટમ’ હોવાથી અલગ એન્જિન પર નિર્ભર રહેવું પડશે નહીં, જેનાથી સ્પીડ ઝડપથી પકડી શકાશે. ૧૬ કોચના પ્રોટોટાઇપમાં ૧૧ AC 3-ટાયર, ૪ AC 2-ટાયર અને ૧ AC ફર્સ્ટ ક્લાસ કોચનો સમાવેશ થાય છે.

પંચતારક સુવિધાઓ અને કવચ સુરક્ષા:

મુસાફરો માટે આરામદાયક સોફ્ટ બર્થ, મોડ્યુલર પેન્ટ્રી, ઓટોમેટિક દરવાજા, CCTV, નાઇટ લાઇટિંગ અને રીડિંગ લાઇટ્સ આપવામાં આવી છે. ખાસ કરીને AC ફર્સ્ટ ક્લાસના મુસાફરો માટે ગરમ પાણી અને શાવરની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. સુરક્ષા માટે ભારતીય રેલવેની સ્વદેશી 'કવચ' (Kavach) સિસ્ટમ, રિજનરેટિવ બ્રેકિંગ અને સેન્ટ્રલાઇઝ્ડ મોનિટરિંગથી ટ્રેનને સજ્જ કરવામાં આવી છે.

(6:55 PM IST)