<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

દેશના હવામાનમાં પલટો: આજે દેશના સંખ્યાબંધ વિસ્તારોમાં ૭૦ કિમીની પ્રચંડ ઝડપે પવન ફૂંકાશે

નવી દિલ્હી: ભારતીય હવામાન વિભાગે આજે દેશના વાતાવરણમાં એક મોટા અને અચાનક પલટાની ગંભીર આગાહી કરી છે. 

 

રાજસ્થાન અને આસપાસના પશ્ચિમી વિસ્તારોમાં હીટવેવ એટલે કે કાળઝાળ ગરમી અને ભયંકર લૂનો પ્રકોપ જોવા મળશે, જ્યારે બીજી તરફ મધ્ય અને પૂર્વ ભારતના કેટલાક રાજ્યોમાં જોરદાર પવનો સાથે કમોસમી વરસાદ ખાબકશે. 

 

આજે ૮ મેના રોજ દેશના વિવિધ વિસ્તારોમાં ૭૦ કિલોમીટર પ્રતિ કલાકની પ્રચંડ ઝડપે પવન ફૂંકાવા અને આકાશમાંથી વીજળી પડવાની પૂરેપૂરી સંભાવના હવામાન વિભાગે દર્શાવી છે. 

 

અચાનક બદલાતા આ બેવડા હવામાનને કારણે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થઈ શકે છે, તેથી સામાન્ય નાગરિકો અને ખેડૂતોને સતર્ક રહેવા માટે સરકાર દ્વારા એક વિશેષ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.

(9:59 AM IST)