<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th October 2026

જ્ઞાનેશ કુમારને મુખ્ય ચૂંટણી કમિશનરપદેથી હટાવવાની માગ સાથે કેરલમ વિધાનસભામાં ઠરાવ પસાર; વંચિત મતદારોના અધિકાર પુનઃસ્થાપિત કરવા પણ માગણી

ઠરાવમાં યોગ્ય મતદારોનાં નામ મતદાર યાદીમાંથી ખોટી રીતે દૂર થયાં હોય તો તેમનો મતાધિકાર તાત્કાલિક પુનઃસ્થાપિત કરવાની માગ:સ્પષ્ટ માપદંડ અને અગાઉથી જાણ કર્યા વગર નામો દૂર કરાયાં હોવાના આક્ષેપોનો પણ ઉલ્લેખ

તિરુવનંતપુરમ: કેરલમ વિધાનસભાએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પદ પરથી દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવા માગતો ઠરાવ પસાર કર્યો છે. મુખ્યમંત્રી વી. ડી. સતીસને રજૂ કરેલા ઠરાવમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા પ્રક્રિયામાં કથિત અનિયમિતતાઓ તથા ચૂંટણી પંચની નિષ્પક્ષતા અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે.

 

ઠરાવમાં યોગ્ય મતદારોનાં નામ મતદાર યાદીમાંથી ખોટી રીતે દૂર થયાં હોય તો તેમનો મતાધિકાર તાત્કાલિક પુનઃસ્થાપિત કરવાની માગ કરવામાં આવી છે. સ્પષ્ટ માપદંડ અને અગાઉથી જાણ કર્યા વગર નામો દૂર કરાયાં હોવાના આક્ષેપોનો પણ ઉલ્લેખ છે. વંચિત સમુદાયો, લઘુમતીઓ, સ્થળાંતરિત કામદારો અને યુવા મતદારોના અધિકારો અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

 

ચૂંટણી કમિશનરોની પસંદગી માટેની સમિતિની પુનઃરચનાની માગ પણ ઠરાવમાં સામેલ છે. તેમાં વડાપ્રધાન, લોકસભાના વિરોધપક્ષના નેતા અને ભારતના મુખ્ય ન્યાયાધીશનો સમાવેશ કરવાની માગણી કરવામાં આવી છે. ચૂંટણી પંચ સરકારના પ્રભાવથી સ્વતંત્ર અને નિષ્પક્ષ રીતે કાર્ય કરે તે જરૂરી હોવાનું ઠરાવમાં જણાવાયું છે.

 

ઠરાવને ડાબેરી પક્ષોએ પણ સમર્થન આપ્યું હતું, જ્યારે ભાજપના ત્રણ સભ્યોએ વિરોધ કર્યો હતો. મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવાની માગ કરતો આવો ઠરાવ પસાર કરનારી કેરલમ દેશની પ્રથમ વિધાનસભા બની છે. આ ઠરાવમાં હટાવવાની કાર્યવાહી શરૂ કરવાની માગ છે; 

(10:49 PM IST)