તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 29th September 2026
ઈરાનને પ્રતિબંધોમાં રાહત અને સ્થગિત ભંડોળ છોડવાના અહેવાલો વાયરલ થયા: જોકે આ અહેવાલને ટ્રમ્પે નકાર્યો, પરમાણુ મુદ્દે મધ્યસ્થીઓના ભારે પ્રયાસો છતાં અંતિમ સમજૂતી હજુ ઘણી દૂર

વોશિંગ્ટન, તા. ૨૮ : ઈરાન તેના પરમાણુ કાર્યક્રમ અંગે નક્કર પગલાં ભરે તો અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રતિબંધોમાં રાહત આપવા અને સ્થગિત ઈરાની ભંડોળ છોડવા તૈયાર હોવાનો અહેવાલ પ્રસિદ્ધ થયો હતો. આ અહેવાલ અનામી અમેરિકી અધિકારીઓના હવાલાથી આપવામાં આવ્યો હતો. જોકે ત્યારબાદ ટ્રમ્પે પોતાના સામાજિક માધ્યમ ઉપર અહેવાલને અસત્ય ગણાવી તેને પાછો ખેંચવાની માગ કરી હતી.
કતાર અને પાકિસ્તાનના મધ્યસ્થીઓ અમેરિકા તથા ઈરાન વચ્ચે સમજૂતી કરાવવાના પ્રયાસમાં છે. ઈરાને પ્રતિબંધો અને બંદર નાકાબંધી હટાવવા, સ્થગિત ભંડોળ મુક્ત કરવા તથા લડાઈ રોકવાની માગ સાથે સાત દિવસીય દરખાસ્ત આપી છે. બદલામાં હોર્મુઝની સામુદ્રધુની ફરી ખોલવા અને પરમાણુ મુદ્દે ચર્ચાની વાત છે. અમેરિકા પરમાણુ નિરીક્ષણ સહિતના નક્કર પગલાં પહેલાં લેવા માગે છે. બંને દેશો વચ્ચે હજી અંતિમ સમજૂતી થઈ નથી
(9:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
