તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 11th October 2026
દિલ્હીમાં લગાવેલા બેરિકેડ્સ હટાવો, ઇન્ટરનેટ સેવાઓ અને મેટ્રો સ્ટેશનો ચાલુ રાખો: કોર્ટના તિરસ્કારના કેસમાં સુપ્રીમકોર્ટની કારણદર્શક નોટિસ ઈસ્યુ
મેટ્રો ટ્રેન સેવાઓ અચાનક બંધ ન કરવી જોઈએ અને લોકોની અવરજવરમાં અવરોધ ઊભો ન કરવો જોઈએ: કોર્ટે પોતાનો આદેશ યાદ અપાવ્યો

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે, દિલ્હીમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો સાથે જોડાયેલા કોર્ટના તિરસ્કારના કેસમાં સરકારને કારણદર્શક નોટિસ ઈસ્યુ કરી છે. કોર્ટે સરકાર પાસે મંગળવાર, 13 ઓક્ટોબર સુધીમાં જવાબ માંગ્યો છે. કોર્ટે કહ્યું, “અમે સંબંધિત સત્તાવાળાઓને 9 ઓક્ટોબરના અમારા આદેશની યાદ અપાવીએ છીએ,” જેમાં નિર્દેશ આપવામાં આવ્યો હતો કે મેટ્રો ટ્રેન સેવાઓ અચાનક બંધ ન કરવી જોઈએ અને લોકોની અવરજવરમાં અવરોધ ઊભો ન કરવો જોઈએ. સત્તાવાળાઓને પૂછવામાં આવ્યું છે કે તેમની સામે કોર્ટના તિરસ્કારની કાર્યવાહી શા માટે શરૂ ન કરવી જોઈએ.
(5:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
