<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

ધર્મ ધંધો ન બને, અધ્‍યાત્‍મ ઉદ્યોગ ન બને,મંદિર મોલ ન બનેઃ પૂ.મોરારીબાપુ

કર્ણાટકમાં ‘માનસ કૃષ્‍ણાવતાર' શ્રી રામકથા કાલે બપોરે વિરામ લેશે

રાજકોટ, તા.૮: કર્ણાટક રાજયની ઉડ્‍પી ભૂમિમાં દરિયાકાંઠે યુવાહિત થઇ રહેલી રામકથા ‘માનસ કૃષ્‍ણાવતાર' ગઇકાલે સાતમાં દિવસના પડાવ પર પહોંચી હતી. કથાનો પ્રેમમય મંગલ સંવાદને આગળ ધપાવતા  પૂ. મોરારીબાપુએ કહયું કે ઘણા શ્રોતાઓ દ્વારા ઘણી જીજ્ઞાસાઓ-પ્રશ્નો પૂછાયા છે. કોઇએ પૂછયું છેકે-બાપુઅ હું કથામાં આવુ છું ત્‍યારે ખોટુ બોલીને આવતો, હવે ઓફિસમાં સાચુ બોલીને આવું છું તો સોૈ મારી રજા કેન્‍સલ કરવાના પ્રયત્‍નો કરે છે! આજીવિકા કેમ ચાલે? જવાબઃ કથાને આજીવિકા ન બનાવો, આજીવન બનાવો. શાસ્‍ત્ર/વેદમાં ધર્મની સરળ વ્‍યાખ્‍યાઓ આપી છે.. (૧) આપણે ધારણ કરીએ તે ધર્મ છે (૨)જેન ધારણ કરવાથી  આપણી માનસિક સ્‍થિતિ ઉપર ઉઠે, ઉડાન ભરે તે ધર્મ (૩) શરીરનું સ્‍વાસ્‍થ્‍ય સારૂ રહે(૪) મૂળ વૈદિક ધર્મ ધારણ કરે તેની આર્થિક સ્‍થિતિ પણ સારી રહે, હદથી વધારે આર્થિક લાભ મળે છે. (૫)સામાજીક દરજ્‍જો વધે છે. (૬) ધર્મ ધારણ કરનારની વાતને સતાએ પણ સાંભળવી પડે છે. અને (૭) સનાતન ધર્મ, વૈદિક-સહુજ ધર્મ-‘સાચો' ધર્મ-આજકાલ ધર્મની આગળ ‘સાચો' શબ્‍દ બોલવો પડે છે કેમકે વાતાવરણ એવુ છે સાચો ધર્મ ધારણ કરે તેનીસ આધ્‍યાત્‍મીક પ્રગતિ થાય છે. ધર્મ એ ધંધો ન બનવો જોઇએ, અધ્‍યાત્‍મ ઉદ્યોગ ન બનવો જોઇએ, મંદિર મોલ ન બનવો જોઇએ જે માણસ સહજ થઇ જાય તેને કોઇપણ પ્રકારની સાધનાની જરૂર નથી. પૂ.મોરારીબાપુએ કહયુ કે ગુરૂને પાંચ વસ્‍તુ સાથે સરખાવ્‍યા છે. ગુરૂ ગંગા છે ગુરૂ આકાશ છે, ગુરૂ હાથીનું સ્‍થાન છે, રૂપ છે (૧) ગુરૂ જીવનનુંૅ સંગીત છે અને ગુરૂ આપણો પિતામહ છે, ભીષ્‍મ છે.. શ્રી કૃષ્‍ણપૂર્ણ રૂપેણ  પરમાત્‍મા છે. શ્રી કૃષ્‍ણ સત્‍યપૂર્ણ, પ્રેમપૂર્ણ, અને કરૂણાપૂર્ણ  પૂર્ણ અવતારી પરમાત્‍મા છે.

 શ્રી કૃષ્‍ણ ચરિત્રમાં ત્રણ ગીત છે.(૧) ગોપીગીત-એ જમનાનો પ્રસાદ છે. (૨) ગોપગીત-કૃષ્‍ણ સખાએ સરસ્‍વતીનો પ્રવાહ-ગુપ્‍ત અને (૩) ગોપાલ ગીત-એ ગીતા છે.- એ ગંગાની ધારા છે. મૈં એક મંદિરાષ્‍ટક બનાવ્‍યું છે. અષ્‍ટમંદિર હોવાજોઇએ (૧) રામ-સીતાનું મંદિર(૨) રાધા-કૃષ્‍ણ મંદિર (૩) શિવ-પાર્વતી મંદિર (૪) હનુમાનજી મંદિર અને (૫) ગણેશજી મંદિર-આટલા મંદિર હોવા જ જોઇએ. આ મંદિર અષ્‍ટક છે. (મનોજ જોશી‘‘મજો'' રાજકોટ- મો. ૯૪૨૬૨ ૪૨૧૧૫ મો. ૮૧૪૦૨ ૧૩૧૩૦)

(3:10 PM IST)