તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st July 2026
રેખાને IFFM ૨૦૨૬માં ‘એક્સેલન્સ ઇન સિનેમા'એવોર્ડથી સન્માનિત કરાશે

મેલબર્ન તા.૩૧: વિતેલા જમાનાનાં જાજરમાન અભિનેત્રી રેખાને ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબર્ન (IFFM) ૨૦૨૬માં વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યાં છે. આ પ્રસંગે તેમને ભારતીય સિનેમામાં પાંચ દાયકાથી વધુ સમયનાં અસાધારણ યોગદાન બદલ ‘એક્સેલન્સ ઇન સિનેમા' એવોર્ડથી નવાજવામાં આવશે. સાથે જ તેમની ક્લાસિક ફિલ્મ ‘ઉમરાવ જાન'નું વિશેષ સ્ક્રીનિગ પણ યોજાશે.
એવોર્ડ અંગે ખુશી વ્યક્ત કરતાં રેખાએ કહ્યું, ‘‘‘ઉમરાવ જાન' ક્યારેય મારા જીવનથી દૂર ગઈ નથી. તે મારી યાદોમાં, મારી નિઃશબ્દ ક્ષણોમાં અને દર્શકોનાં દિલોમાં આજે પણ જીવંત છે. આ ફિલ્મને વૈશ્વિક મંચ પર ફરીથી સન્માન મળતું જોવું મારા માટે ભાવુક અને ગૌરવની ક્ષણ છે.''
તેમણે વધુમાં ઉમેર્યું કે, ‘‘સિનેમાએ મને જીવનમાં ઘણું આપ્યું છે. ત્જ્જ્પ્ ૨૦૨૬માં મળતું આ સન્માન માત્ર મારી સફરનું જ નહીં, પરંતુ મારા જીવનને સમૃદ્ધ બનાવનારા ફિલ્મમેકર્સ, લેખકો, સંગીતકારો અને તમામ સહયોગીઓને પણ સમર્પિત છે.''
ત્જ્જ્પ્ પરંપરા મુજબ ૧૫ ઓગસ્ટે ભારતના ૭૯મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે મેલબર્નમાં યોજાનારા ધ્વજવંદન સમારોહમાં રેખા ભારતીય તિરંગો ફરકાવશે. આ કાર્યક્રમમાં ભારતીય મૂળના લોકો, ઓસ્ટ્રેલિયન મહાનુભાવો, ફિલ્મમેકર્સ, કલાકારો અને સિનેપ્રેમીઓ ઉપસ્થિત રહેશે.
આ અગાઉ આ પરંપરાગત સમારોહમાં ઋષિ કપૂર, આમિર ખાન, શબાના આઝમી, અનિલ કપૂર, રાની મુખર્જી, ઐશ્વર્યા રાય બચ્ચન, અભિષેક બચ્ચન, રામ ચરણ અને કરણ જોહર જેવા દિગ્ગજોએ ધ્વજવંદન કર્યું છે.
ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબર્ન ૨૦૨૬નું આયોજન ૧૩થી ૨૩ ઓગસ્ટ દરમિયાન ઓસ્ટ્રેલિયાના મેલબર્ન શહેરમાં થશે, જેમાં ભારતીય ફિલ્મ ઉદ્યોગનાં અનેક અગ્રણી કલાકારો અને ફિલ્મમેકર્સ ભાગ લેશે.
(9:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
