<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd August 2026

ઝેબ્રા ક્રોસિંગ પર લેટીને રીલ બનાવવી ભારે પડી :.ઈન્ફ્લુએન્સર પ્રકૃતિ ગોર વિરુદ્ધ FIR : મોબાઈલ જપ્ત;હવે માફી માંગવા લાગી

ઇન્દોરના વ્યસ્ત લેન્ટર્ન સ્ક્વેર પર રેડ સિગ્નલ દરમિયાન ટ્રાફિક રોકીને પ્રકૃતિ એ ઝેબ્રા ક્રોસિંગ પર રસ્તા પર લેટીને રીલ બનાવી હતી.

ઇન્દોર :સોશિયલ મીડિયા પર લાઈક્સ અને ફોલોઅર્સ વધારવા માટે ક્રિએટર્સ અને ઈન્ફ્લુએન્સર્સમાં ગાંડપણ એટલી હદે વધી ગયું છે કે- તેઓ સામાન્ય સમજ અને શિસ્ત પણ ભૂલવા લાગ્યા છે. જેનું હાલનું ઉદાહરણ ઈન્દોરમાં જોવા મળ્યું. લેન્ટર્ન ચાર રસ્તા પર ઝેબ્રા ક્રોસિંગ પર લેટીને રીલ બનાવનાર ઈન્ફ્લુએન્સર પ્રકૃતિ ગૌર હવે કાયદાકીય કાર્યવાહીમાં ફસાઈ છે. 

 

ઇન્દોરના વ્યસ્ત લેન્ટર્ન સ્ક્વેર પર રેડ સિગ્નલ દરમિયાન ટ્રાફિક રોકીને પ્રકૃતિ એ ઝેબ્રા ક્રોસિંગ પર રસ્તા પર લેટીને રીલ બનાવી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ઈન્દોરની તુકોગંજ પોલીસ સ્ટેશને ઈન્ફ્લૂએન્સર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 270 અને 285 હેઠળ ગુનો દાખલ કરી FIR દાખલ કરી હતી.  પોલીસે જાહેર જનતાની સુરક્ષા જોખમમાં મૂકવા બદલ અને વાહનવ્યવહાર ખોરવવા બદલ કાર્યવાહી કરીને તેનો મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો છે.

 

આ વિવાદ અને કાનૂની સકંજા બાદ, પ્રકૃતિ ગૌરે સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કરીને આ ઘટના અંગે ખેદ વ્યક્ત કર્યો હતો અને માફી માંગી છે . જોકે, સામાન્ય સમજ પ્રમાણે એ વસ્તુ હોવી જોઈએ કે- વ્યસ્ત ટ્રાફિક વચ્ચે પોતાનો અને અન્યનો જીવ જોખમમાં ના મૂકી વીડિયો રીલ બનાવવાનો પ્રયાસ જ ના કરાય. પોલીસે પણ આ ઘટનાનાં સંદર્ભમાં કાર્યવાહી કરી લોકોને આ પ્રકારના સ્ટન્ટ કરવાથી દૂર રહેવા જ અપીલ કરી છે. અન્યથા પ્રકૃતિની જેમ તેમણે પણ કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. 

(11:20 PM IST)