<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd November 2026

લાલ કિલ્લા વિસ્‍ફોટઃ આરોપીને સુપ્રીમ કોર્ટનો ઝટકોઃ ડિફોલ્‍ટ જામીન અરજી ફગાવીઃ તમામ કાનૂની દલીલો અમાન્‍ય

દેશને હચમચાવી નાખનાર આતંકી હુમલાના આરોપી જસીર બિલાલ વાનીને જેલમાં જ રહેવું પડશે : UAPA અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની જોગવાઈઓના અર્થઘટન પર બચાવ પક્ષની દલીલોને ફગાવી દિલ્‍હી હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખ્‍યો

નવી દિલ્‍હી, તા.૨૩: ૧૦ નવેમ્‍બર, ૨૦૨૫ ના રોજ ઐતિહાસિક લાલ કિલ્લા પાસે થયેલા ભયાનક કાર બોમ્‍બ વિસ્‍ફોટ કેસના મુખ્‍ય આરોપી જસીર બિલાલ વાનીને સુ-ીમ કોર્ટ તરફથી મોટો કાનૂની ઝટકો લાગ્‍યો છે. સર્વોચ્‍ચ અદાલતે આરોપીની ડિફોલ્‍ટ જામીન અરજીને ફગાવી દઈને દિલ્‍હી હાઈકોર્ટના આદેશને યથાવત રાખ્‍યો છે. જસ્‍ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને જસ્‍ટિસ ચંદ્રશેખરની ખંડપીઠે બંને પક્ષોની દલીલો સાંભળ્‍યા બાદ આ મહત્‍વપૂર્ણ ચુકાદો સંભળાવ્‍યો હતો, જેના કારણે અનેક લોકોના ભોગ લેનાર આ આતંકવાદી ઘટનાના આરોપીને જેલમાંથી બહાર આવવાનો રસ્‍તો બંધ થઈ ગયો છે.

સુનાવણી દરમિયાન સમગ્ર કાનૂની જંગ ગેરકાયદેસર પ્રવળત્તિઓ (નિવારણ) અધિનિયમ અને નવા અમલી બનેલા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા હેઠળ ડિફોલ્‍ટ જામીનની જોગવાઈઓના અર્થઘટન પર કેન્‍દ્રિત રહ્યો હતો. આરોપીના વકીલે બેન્‍ચ સમક્ષ દલીલ કરી હતી કે UAPA ની કલમ 43D ની જોગવાઈઓને BNSS ની કલમ ૧૮૭ સાથે જોડીને વાંચવી જોઈએ અને તપાસની સમયમર્યાદાના આધારે આરોપીનો વૈધાનિક જામીનનો અધિકાર બને છે. જોકે, સુપ્રીમ કોર્ટે બચાવ પક્ષની આ તમામ તકનીકી અને કાનૂની દલીલોને નકારી કાઢી હતી.

સામાન્‍ય રીતે નિર્ધારિત સમયમર્યાદામાં ચાર્જશીટ દાખલ ન થાય તો આરોપીને ડિફોલ્‍ટ જામીન મળવાનો અધિકાર હોય છે, પરંતુ UAPA જેવા કડક આતંકવાદ વિરોધી કાયદામાં તપાસનો સમયગાળો લંબાવવાની વિશેષ જોગવાઈઓ રહેલી છે. દેશની સુરક્ષા અને રાષ્‍ટ્રને હચમચાવી નાખનાર આ વિસ્‍ફોટની ગંભીરતાને ધ્‍યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે દિલ્‍હી હાઈકોર્ટના નિર્ણયમાં હસ્‍તક્ષેપ કરવાનો સ્‍પષ્ટ ઇનકાર કર્યો છે, જે તપાસ એજન્‍સીઓ માટે એક મોટી કાનૂની જીત માનવામાં આવી રહી છે.

(4:24 PM IST)