<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd October 2026

કેપ્ટન સ્મિતને નેશનલ બ્રેવરી એવોર્ડ આપવા ભલામણ : ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલટ્સે PMOને લખ્યો પત્ર

ગંભીર ઇજાઓ છતાં કેપ્ટન સ્મિતે વિમાનનું નિયંત્રણ જાળવી રાખ્યું: કેપ્ટને વિમાનને સુરક્ષિત રીતે સાઉદી અરેબિયાના તબુક ડાયવર્ટ કર્યું

નવી દિલ્હી :કેપ્ટન સ્મિતને નેશનલ બ્રેવરી એવોર્ડ આપવાની ભલામણ FIPએ કરી છે. ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલટ્સે PMOને પત્ર લખી જણાવ્યું  છે કે, ફ્લાયદુબઈ FZ1073ના કેપ્ટન સ્મિતને રાષ્ટ્રીય સન્માન કરવા માટે ભલામણ કરાઈ છે. 30 સપ્ટેમ્બર 2026ની ઇન-ફ્લાઇટ ઇમરજન્સીનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે  ફ્લાઇટ દરમિયાન ફર્સ્ટ ઓફિસરે ક્રેશ એક્સથી હુમલો કર્યાનો દાવો કર્યો છે  ગંભીર ઇજાઓ છતાં કેપ્ટન સ્મિતે વિમાનનું નિયંત્રણ જાળવી રાખ્યું હતું  કેપ્ટને વિમાનને સુરક્ષિત રીતે સાઉદી અરેબિયાના તબુક ડાયવર્ટ કર્યું હતું  વિમાનમાં સવાર 174 મુસાફરો અને 8 ક્રૂ સભ્યોના જીવ બચાવ્યાનો ઉલ્લેખ કરાયો છે  FIPએ યોગ્ય નેશનલ બ્રેવરી એવોર્ડ કે રાષ્ટ્રીય નાગરિક સન્માન માટે PMOને પત્ર લખ્યો છે 

(7:17 PM IST)