News of Wednesday, 3rd June 2026
ટીએમસીમાં બળવોઃ મમતા બેનર્જીને પછાડી ૫૮ ધારાસભ્યોએ ‘નવી ટીએમસી' રચવાનો દાવો કર્યો
પヘમિ બંગાળના રાજકારણમાં ભયંકર ભૂકંપઃ મમતાને ઝટકો

કોલકાતા, તા.૩: પશ્ચિમ બંગાળના રાજકીય ઇતિહાસમાં કયારેય ન જોયો હોય તેવો સૌથી મોટો વિસ્ફોટ થયો છે, જેનાથી દીદી એટલે કે મમતા બેનર્જીના પગ નીચેથી જમીન સરકી ગઈ છે. તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં મળેલી શરમજનક હાર બાદ પક્ષમાં સળગી રહેલો અસંતોષ હવે જ્વાળામુખી બનીને ફાટયો છે. પક્ષમાંથી હાંકી કાઢવામાં આવેલા નેતા ઋતબ્રત બેનર્જીની આગેવાની હેઠળ તળણમૂલ કોંગ્રેસના ૫૮ ધારાસભ્યોએ ખુલ્લેઆમ બળવો પોકારી દીધો છે. આ બળવાખોર ધારાસભ્યોએ બંગાળ વિધાનસભામાં ગુપ્ત બેઠક યોજીને એકતા દર્શાવી હતી અને ઋતબ્રત બેનર્જીને વિપક્ષના સત્તાવાર નેતા જાહેર કરવાની માંગ સાથે ૫૮ ધારાસભ્યોના હસ્તાક્ષર વાળો પત્ર સ્પીકરને સોંપી દેતા સમગ્ર રાજ્યમાં સનાટો વ્યાપી ગયો છે.
આ બળવાખોર જૂથે મમતા બેનર્જીના નેતળત્વને પડકારતા પોતાને જ અસલી ટીએમસી ગણાવી દીધી છે. તેઓએ વિપક્ષના ઉપનેતા તરીકે સિઉલી સાહા અને જાવેદ ખાનના નામો આગળ ધરીને મમતા કેમ્પની ઊંઘ હરામ કરી દીધી છે. ટીએમસીના કુલ ૮૦ ધારાસભ્યોમાંથી ૫૮ ધારાસભ્યો તૂટી જતાં પક્ષપલટા વિરોધી કાયદાની તલવાર પણ આ બળવાખોરો પર ચાલશે નહીં, કારણ કે અલગ થવા માટે જરૂરી બે-તળતીયાંશ (૫૪ ધારાસભ્યો) ની બહુમતીનો આંકડો તેમણે પાર કરી લીધો છે. ધારાસભ્ય મુસ્તફિઝુર રહેમાન અને પ્રિયા પોલ જેવા દિગ્ગજોના ખુલ્લા નિવેદનો દર્શાવે છે કે આ આખી રમત મમતા બેનર્જીને સત્તાવાર રીતે એકલા પાડી દેવા માટે ખૂબ જ ચોકસાઈથી રમવામાં આવી છે.
બીજી તરફ, પક્ષમાં પડેલી આ વિરાટ તિરાડથી ગભરાયેલી ટીએમસી હવે ડેમેજ કંટ્રોલ માટે હવાતિયાં મારી રહી છે. ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જી અને કુણાલ ઘોષે પણ સ્પીકર ઓફિસ તરફ દોટ લગાવી છે અને શોવનદેવ ચટ્ટોપાધ્યાયને વિપક્ષના નેતા તરીકે માન્યતા આપવા માટે જૂની પરંપરાઓનો હવાલો આપતો પત્ર સબમિટ કરવાનો પ્રયાસ કર્યો છે. જોકે, સ્પીકર અને સચિવે આ પત્ર સ્વીકારવાનો ઇનકાર કરી દેતા મમતા કેમ્પ બેકફૂટ પર આવી ગયો છે. બંગાળના રાજકારણમાં આવેલું આ ભયાનક તોફાન મમતા બેનર્જીના રાજકીય અસ્તિત્વને ખતમ કરશે કે પછી દીદી કોઈ નવો દાવ રમશે, તેના પર હવે આખા દેશની નજર ટકેલી છે.
(3:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
