તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th November 2026
યમન સંકટ વચ્ચે ઈરાને હૂતિ વિદ્રોહીઓને સમર્થન આપવા પાછળનું અસલી કારણ જણાવ્યું, અમેરિકા અને સાથી દેશોને મોટો સંદેશ આપ્યો
ઈરાનના વિદેશ મંત્રાલયે યમનમાં સૈન્ય કાર્યવાહીનો વિરોધ કરતા હુમલા અટકાવવા, નાકાબંધી હટાવવા અનેચીત-વિચારણા દ્વારા શાંતિ સ્થાપવાની માંગ કરી છે

તેહરાન : યમનમાં ચાલી રહેલા ભીષણ સંઘર્ષ વચ્ચે ઈરાને હૂતિ વિદ્રોહીઓને ખુલ્લું સમર્થન આપવા પાછળના તેના કારણો સ્પષ્ટ કર્યા છે. ઈરાને જણાવ્યું છે કે યમન અંગે તેની નીતિ કોઈ બીજા દેશના આંતરિક મામલામાં દખલ કરવાની નથી, પરંતુ ત્યાં શાંતિ અને ક્ષેત્રીય સ્થિરતા બનાવી રાખવાની છે. ઈરાનનું કહેવું છે કે યમનના લોકોના હિતોનું રક્ષણ કરવું અને તેમને પોતાનું ભવિષ્ય નક્કી કરવાનો અધિકાર આપવો અત્યંત આવશ્યક છે.
તેહરાન : ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બઘાઈએ યમનમાં ચાલુ હિંસા દરમિયાન સામાન્ય નાગરિકોના મોત પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે નિર્દોષ નાગરિકોની હત્યાની આકરી નિંદા કરતા કહ્યું કે વર્તમાનસંકટનો ઉકેલ સૈન્ય કાર્યવાહીથી લાવી શકાતો નથી. આ માટે ક્ષેત્રના દેશો અને યમનના અલગ-અલગ પક્ષો વચ્ચે પરસ્પર વાતચીત થવી ખૂબ જ જરૂરી છે જેથી સ્થિતિ સુધરી શકે.
તેહરાન : ઉલ્લેખનીય છે કે ઈરાન લાંબા સમયથી યમનના હૂતિ વિદ્રોહીઓનું સમર્થન કરતું આવ્યું છે જેને લઈને અમેરિકા, સાઉદી અરેબિયા અને તેના સહયોગી દેશો સતત સવાલો ઉઠાવતા રહ્યા છે. જો કે, ઈરાને ફરી એકવાર પોતાના વલણનો બચાવ કર્યો છે. પ્રવક્તા ઈસ્માઈલ બઘાઈના જણાવ્યા અનુસાર, હૂતિઓ પ્રત્યેનું ઈરાનનું સમર્થન કોઈ રાજકીય દખલ કે પ્રભાવ વધારવાનો પ્રયાસ નથી, પરંતુ વાસ્તવિક ચિંતા અને ક્ષેત્રીય સ્થિરતા પ્રત્યેની પ્રતિબદ્ધતા છે.
તેહરાન : બઘાઈએ એવું પણ સૂચન કર્યું કે યમનના સંકટને બાહ્ય દબાણ કે સૈન્ય તાકાતના જોરે ખતમ કરી શકાતું નથી. તેના માટે યમનના લોકો અને સંબંધિત ક્ષેત્રીય પક્ષોની સહમતિ અનિવાર્ય છે. આ ઉપરાંત, ઈરાની પ્રવક્તાએ યમનમાં પાયાની સુવિધાઓ અને વસ્તીવાળા વિસ્તારો પર થઈ રહેલા હુમલાઓને તાત્કાલિક અટકાવવાની માંગ કરી છે જેથી માનવીય સંકટ વધુ ઘેરૂ ન બને.
(6:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
