તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 3rd June 2026
રિયલ એસ્ટેટ ગ્રુપનું રૂ.૨૦૦૪ કરોડનું કૌભાંડઃ ચાર પ્રમોટરની ધરપકડ
ઘર ખરીદનારાઓ સાથે ફ્રોડના કેસમાં ઈડીની કાર્યવાહી : પ્રોજેક્ટ અધૂરા છોડી દેવાતા ૧૯૦૦૦થી વધુ ઘર ખરીદનારાઓ અને રોકાણકારોનાં નાણાં ફસાયા

નવી દિલ્હી,તા.૩: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ એક રિયલ એસ્ટેટ ગ્રુપનાં ચાર પ્રમોટરોની મની લોન્ડરિગ તપાસનાં સંદર્ભમાં ધરપકડ કરી છે. આ તપાસ ઘર ખરીદવા સાથે સંકુળાયેલ ૨૦૦૪ કરોડ રૂપિયાની છેતરપિડી સાથે સંકળાયેલ છે.
આ છેતરપિંડીને કારણે ૧૯૦૦૦થી વધુ ઘર ખરીદનારા અને રોકાણકારોને અસર થઈ છે. આરોપી અવધેશકુમાર ગોયલ, રજનીશ મિત્તલ, અતુલ ગુપ્તા અને વિકાસ ગુપ્તા અર્થ ઇન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડનાં પ્રમોટર અને ડાયરેક્ટર છે.
મંગળવારે જારી એક સત્તાવાર નિવેદન અનુસાર તેમની ૧ જૂને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિગ એક્ટ (પીએમએલએ) હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આરોપીઓને દિલ્હીની એક વિશેષ પીએમએલએ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં. કોર્ટે આરોપીઓને પાંચ દિવસ ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા છે.
કેન્દ્રીય એજન્સી અનુસાર ગ્રુપે ૧૯,૪૨૫થી વધારે ઘર ખરીદનારાઓ અને રોકાણકારો પાસેથી ૨૦૦૪ કરોડ રૂપિયા એકત્ર કર્યા હતાં. તેના બદલે તેમણે રેસિડેન્શિયલ અને કોમર્શિયલ એકમોની સમય પર ડિલિવરી અને સુનિヘતિ રિટર્નનું વચન આપ્યું હતું.
એજન્સીએ આરોપ મૂક્યો છે કે તેમની તપાસમાં જાણવા મળ્યું છે કે લગભગ ૪૬૭ કરોડ રૂપિયા વિભિન્ન ગ્રુપ સંસ્થાઓ, સંબધિત કંપનીઓ અને વ્યકિતઓનાં માધ્યમથી અન્ય જગ્યાએ મોકલી દેવામાં આવ્યા અથવા ઉચાપત કરી લેવામાં આવ્યા હતાં.
(10:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
