તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th September 2026
૩ લાખ સુધીના નિકાસના કન્સાઈનમેન્ટ્સ માટે RCMCની જરૂર નહીં પડે
નાના નિકાસકારો પર કમ્પ્લાયન્સનો બોજ ન પડે તે હેતુથી આ નિર્ણય લેવાયો

નવી દિલ્હીઃ તા.૧૭: નિકાસકારોને ડ્ડ૩ લાખ સુધીના એક્સપોર્ટ કન્સાઈનમેન્ટ માટે રજિસ્ટ્રેશન-કમ-મેમ્બરશિપ-સર્ટિફિકેટ (RCMC)ની જરૂર નહીં પડે. નાના નિકાસકારો પર કમ્પ્લાયન્સનો બોજ ન પડે તે હેતુથી આ નિર્ણય લેવાયો હોવાનું સત્તાવાર નિવેદનમાં બુધવારે જણાવાયું હતું. નાણા મંત્રાલયે કહ્યું હતું કે આ નિર્ણયથી પોસ્ટલ, કૂરિયર અને અન્ય ઈમર્જિગ ચેનલ મારફતે નિકાસ સરળ બનશે. કોમોડિટી બોર્ડની એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા આ સર્ટિફિકેટ ઈશ્યૂ કરવામાં આવે છે. નવા અને ઓકેશનલ નિકાસકારો માટે નાની રકમના કન્સાઈનમેન્ટ મોકલવા માટે વધારાના કમ્પ્લાયન્સ હાલમાં અનિવાર્ય છે, જેમાં યોગ્ય રજિસ્ટર્ડ બોડી, પ્રિસ્ક્રાઈબ્ડ ડોક્યૂમેન્ટ્સનો સમાવેશ છે.
મંત્રાલયે કહ્યું હતું કે ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT)એ ફોરેન ટ્રેડ પોલિસી ૨૦૨૩માં સુધારો કર્ય છે જે અંતર્ગત -૩ લાખ સુધીના કન્સાઈનમેન્ટની નિકાસ માટે ય્ઘ્પ્ઘ્ની જરૂર નહીં પડે. -૩ લાખથી વધુના કન્સાઈનમેન્ટ માટે RCMCની જરૂર પડશે.છેલ્લાં પાંચ વર્ષના ડેટા સંકેત કરે છે કે નાની રકમના નિકાસના બિલનું પ્રમાણ ખાસ્સું વધારે છે, પરંતુ કુલ નિકાસ મૂલ્યમાં તેનું પ્રમાણ ઓછું છે. ડ્ડ૩ લાખ સુધીના કન્સાઈનમેન્ટનો કુલ શિપિગ બિલમાં ૪૩ ટકા હિસ્સો છે, પરંતુ દેશની કુલ મર્ચન્ડાઈઝ નિકાસ મૂલ્યમાં તેનો હિસ્સો માત્ર ૦.૮૬ ટકા છે. આથી આ રાહત આપવામાં આવતા નાની રકમના નિકાસના ટ્રાન્ઝેક્શન્સ નોંધપાત્ર પ્મરાણમાં આવરી લેવાશે અને છતાં કુલ વેલ્યૂમાં ખાસ ફર્ક નહીં પડે. આ નિર્ણયથી એમએસએમઈ, કારીગરો, નાના ઉદ્યોગો અને પ્રથમવાર નિકાસ કરનારા નિકાસકારો સરળ રીતે વૈશ્વિક બજારમાં પ્રવેશ કરી શકશે
(10:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
