<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st June 2026

RCBને ૨૦ કરોડઃ ગુજરાતને ૧૨.૫૦ કરોડ મળ્‍યા

IPL ની બંને ટીમ ઉપર નાણાનો વરસાદ વરસ્‍યો રાજસ્‍થાનની ટીમને ૭ કરોડઃ સુર્યવંશીને ૪૫ લાખ રોકડાઃ ટાટા કાર સહિતના એવોર્ડઝ

અમદાવાદ તા.૧: વિશ્વના સૌથી મોટા ક્રિકેટ ગ્રાઉન્‍ડ નરેન્‍દ્ર મોદી સ્‍ટેડિયમ ખાતે રમાયેલી આઈપીએલ ૨૦૨૬ની હાઈ-વોલ્‍ટેજ ફાઈનલ મેચમાં રોયલ ચેલેન્‍જર્સ બેંગ્‍લોર (ય્‍ઘ્‍ગ્‍) એ અદભુત દર્શન કરતા ગુજરાત ટાઈટન્‍સને ૫ વિકેટે પરાજય આપીને સતત બીજી વખત આઈપીએલની ચમકતી ટ્રોફી પર કબ્‍જો જમાવી લીધો છે. એક સમયે ક્રિકેટ જગતમાં ‘‘ચોકર્સ'' તરીકે ઓળખાતી આરસીબીની ટીમ માટે હવે એક નવો સોનેરી યુગ શરૂ થઈ ચૂકયો છે.

પોતાના પ્રથમ ખિતાબ માટે સળંગ ૧૭ વર્ષ સુધી લાંબી રાહ જોનારી બેંગ્‍લોરની ટીમે હવે આ જીત સાથે ઈતિહાસના પાના પર પોતાનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કરી દીધું છે. આઈપીએલના ઈતિહાસમાં પોતાની ટ્રોફી સફળતાપૂર્વક ડિફેન્‍ડ કરનારી આરસીબી હવે ચેન્નાઈ સુપર કિંગ્‍સ (૨૦૧૦ અને ૨૦૧૧) તેમજ મુંબઈ ઈન્‍ડિયન્‍સ (૨૦૧૯ અને ૨૦૨૦) બાદ માત્ર ત્રીજી ટીમ બની ગઈ છે.

અમદાવાદની રક્‍તવર્ણી અને કાળી માટીના મિશ્રણ વાળી ધીમી પિચ પર ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ગુજરાત ટાઈટન્‍સની ટીમ આરસીબીના બોલરોના દબદબા સામે શરૂઆતથી જ મુશ્‍કેલીમાં જોવા મળી હતી. ગુજરાતના કેપ્‍ટન શુભમન ગિલે જણાવ્‍યું હતું કે ટોસ હારીને પહેલા બેટિંગ કરવાનો તેમને કોઈ અફસોસ નથી, પરંતુ આરસીબીના બોલરોએ પિચની સ્‍થિતિનો ભરપૂર ફાયદો ઉઠાવીને ગુજરાતને ૮ વિકેટે માત્ર ૧૫૫ રન પર જ સીમિત કરી દીધું હતું.

ગુજરાત ટાઈટન્‍સની બેટિંગ એટલી હદે લડખડાઈ હતી કે તેમને પોતાની ઈનિંગ્‍સનો પહેલો છગ્‍ગો ફટકારવા માટે ૧૩મા ઓવર સુધી લાંબી રાહ જોવી પડી હતી, જે અરશદ ખાને કળણાલ પંડ્‍યાની ઓવરમાં મિડ-વિકેટ ઉપરથી માર્યો હતો. ગુજરાતની આખી ઈનિંગ્‍સમાં માત્ર ૩ છગ્‍ગા (અરશદ ખાનના બે અને રાશિદ ખાનનો એક) જ લાગ્‍યા હતા, જે આરસીબીની ચુસ્‍ત બોલિંગ લાઈન-અપ દર્શાવે છે.

૧૫૬ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી લાલ જર્સીધારી રોયલ ચેલેન્‍જર્સ બેંગ્‍લોરની આ ઐતિહાસિક જીતનો સૌથી મોટો હીરો કિંગ વિરાટ કોહલી સાબિત થયો હતો. એક છેડેથી સતત વિકેટો પડી રહી હોવા છતાં વિરાટ કોહલીએ અત્‍યંત જવાબદારીપૂર્વક બેટિંગ કરી હતી અને માત્ર ૪૫ બોલમાં ૭૫ રનની અણનમ ઈનિંગ્‍સ રમીને વિજયી છગ્‍ગા સાથે મેચ ફિનિશ કરી હતી. આ ધમાકેદાર બેટિંગ દરમિયાન વિરાટ કોહલીએ માત્ર ૨૫ બોલમાં પોતાના આઈપીએલ ઈતિહાસની સૌથી ઝડપી ફિફ્‌ટી (અર્ધશતક) ફટકારીને નવો રેકોર્ડ પણ બનાવ્‍યો હતો.

આરસીબીના યુવા કેપ્‍ટન રજત પાટીદારે સતત બીજી ટ્રોફી જીતીને મહેન્‍દ્રસિંહ ધોની અને રોહિત શર્મા જેવા મહાન કેપ્‍ટનોના ખાસ ક્‍લબમાં એન્‍ટ્રી કરી લીધી છે. ત્રણ વર્ષ પહેલા ઓક્‍શનમાં અનસોલ્‍ડ રહ્યા બાદ ઈન્‍જરી રિપ્‍લેસમેન્‍ટ તરીકે ટીમમાં સામેલ થયેલા પાટીદારે ૨૦૨૫માં થમ વખત અને હવે ૨૦૨૬માં સતત બીજી વાર ટીમને ચેમ્‍પિયન બનાવીને શાનદાર કેપ્‍ટનશીપનું ઉદાહરણ પૂરું પાડ્‍યું છે.

બોલિંગ વિભાગમાં અનુભવી ભુવનેશ્વર કુમારે આખી ટૂર્નામેન્‍ટમાં અદ્વુત દર્શન કર્યું છે. ભુવનેશ્વર કુમારે ફાઈનલ મેચમાં ૨૯ રન આપીને ૨ મહત્‍વની વિકેટ ઝડપી હતી અને સમગ્ર સીઝનના ૧૬ મેચોમાં ૭.૯૪ની ઈકોનોમીથી કુલ ૨૮ વિકેટ લઈને ટીમનો સૌથી મોટો મેચ વિનર બન્‍યો હતો, જોકે તે અત્‍યંત નજીકના અંતરેથી પર્પલ કેપ જીતવામાં ચૂકી ગયો હતો. તેને ઓસ્‍ટ્રેલિયન ફાસ્‍ટ બોલર જોશ હેઝલવુડનો સચોટ સાથ મળ્‍યો હતો, જેણે ૧૩ મેચમાં ૧૫ વિકેટ ઝડપી હતી. આ સિવાય ફાઈનલ મેચમાં રસિખ સલામે ઘાતક બોલિંગ કરતા ૩ વિકેટ અને કળણાલ પંડ્‍યાએ ૨૩ રન આપીને ૧ વિકેટ ઝડપીને ગુજરાતને મોટા સ્‍કોર તરફ વધતા રોકયું હતું.

આઈપીએલ ૨૦૨૬ ના હાઈવોલ્‍ટેજ ખિતાબી મુકાબલા બાદ ભવ્‍ય એવોર્ડ સેરેમનીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સતત બીજી વખત ચેમ્‍પિયન બનેલી રોયલ ચેલેન્‍જર્સ બેંગલુરુ (અને રનર-અપ રહેલી ગુજરાત ટાઇટન્‍સ પર પૈસાનો વરસાદ થયો હતો. આ સાથે જ સમગ્ર ટૂર્નામેન્‍ટ દરમિયાન શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓ અને ટીમોને કરોડો રૂપિયાની ઇનામી રકમ અને ખાસ એવોર્ડ્‍સથી નવાજવામાં આવ્‍યા હતા.

વિજેતા બનેલી રોયલ ચેલેન્‍જર્સ બેંગલુરુની ટીમને રૂા.૨૦ કરોડની બમ્‍પર પ્રાઇઝ મની મળી હતી, જ્‍યારે ઉપવિજેતા ગુજરાત ટાઇટન્‍સને રૂા.૧૨.૫૦ કરોડથી સંતોષ માનવો પડ્‍યો હતો.

ત્‍ભ્‍ન્‍ ૨૦૨૬ માં ટોપ ટીમોની પ્રાઇઝ મની જોઇએ તો વિજેતા (રોયલ ચેલેન્‍જર્સ બેંગલુરુ)ને ૨૦ કરોડ રનર અપ (ગુજરાત ટાઇટન્‍સ)ને રૂા.૧૨.૫૦ કરોડ ત્રીજા નંબરની ટીમ (રાજસ્‍થાન રોયલ્‍સ):ને રૂા.૭ કરોડ ચોથા નંબરની ટીમ (સનરાઇઝર્સ હૈદરાબાદ) ને રૂા.૬.૫ કરોડ મળ્‍યા હતા.

આ સીઝનમાં યુવા ભારતીય બેટર વૈભવ સૂર્યવંશીએ ઓરેન્‍જ કેપ સહિત અનેક એવોર્ડ્‍સ જીતીને ભારે લાઇમલાઇટ લૂંટી હતી. ઓરેન્‍જ કેપ (સીઝનમાં સૌથી વધુ રન): વૈભવ સૂર્યવંશી (૭૭૬ રન) - રૂા.૧૦ લાખ, પર્પલ કેપ (સીઝનમાં સૌથી વધુ વિકેટ) કગિસો રબાડા (૨૯ વિકેટ) -રૂા.૧૦ લાખ, ઇર્મજિંગ પ્‍લેયર ઓફ ધ સીઝનઃ વૈભવ સૂર્યવંશી - રૂા.૧૦ લાખ, મોસ્‍ટ વેલ્‍યુએબલ પ્‍લેયર ઓફ ધ સીઝન રૂા.૧૫ લાખ, સુપર સ્‍ટ્રાઇકર ઓફ ધ સીઝન વૈભવ સૂર્યવંશી (ર્વ્‍ીર્દ્દી લ્‍શફૂશ્વર્શ્વી કાર), સીઝનમાં સૌથી વધુ સિક્‍સ વૈભવ સૂર્યવંશી (૭૨ છગ્‍ગા) - રૂા. ૧૦ લાખ, સીઝનમાં સૌથી વધુ ડોટ બોલઃ મોહમ્‍મદ સિરાજ -રૂા.૧૦ લાખ, સીઝનનો સર્વશ્રેષ્ઠ કેચઃ મનીષ પાંડે - રૂા.૧૦ લાખ, સીઝનમાં સૌથી વધુ ચોગ્‍ગાઃ સાઇ સુદર્શન (૭૫ ચોગ્‍ગા) - રૂા.૧૦ લાખ, ફેર પ્‍લે એવોર્ડઃ પંજાબ કિંગ્‍સ, પીચ એન્‍ડ ગ્રાઉન્‍ડ એવોર્ડ માટે ઈડન ગાર્ડન્‍સને રૂા.૫૦ લાખ

ગુજરાત સામેની ફાઇનલ મેચમાં ધમાકેદાર પ્રદર્શન કરીને વિરાટ કોહલી અને રસિખ સલામ જીતના હીરો બન્‍યા હતા. ફાઇનલ મેચમાં  પ્‍લેયર ઓફ ધ મેચઃ વિરાટ કોહલી, સુપર સ્‍ટ્રાઇકર ઓફ ધ મેચઃ વેંકટેશ અય્‍યર, સુપર સિક્‍સિસ ઓફ ધ મેચઃ વિરાટ કોહલી, ઓન ધ ગો-૪ત ઓફ ધ મેચ વિરાટ કોહલી, ગ્રીન ડોટ બોલ ઓફ ધ મેચ ભુવનેશ્વર કુમાર.

ટોપ-૫ બેટર્સમાં  વૈભવ સૂર્યવંશી (રાજસ્‍થાન રોયલ્‍સ) ૭૭૬ રન, શુભમન ગિલ (ગુજરાત ટાઇટન્‍સ): ૭૩૨ રન, સાઇ સુદર્શન (ગુજરાત ટાઇટન્‍સ): ૭૨૨ રન, વિરાટ કોહલી (રોયલ ચેલેન્‍જર્સ બેંગલુરુ): ૬૭૫ રન તથા હેનરિક ક્‍લાસેન (સનરાઇઝર્સ હૈદરાબાદ): ૬૨૪ રન હતા.

ટોપ-૫ બોલર્સ કગિસો રબાડા (ગુજરાત ટાઇટન્‍સ) ૨૯ વિકેટ, ભુવનેશ્વર કુમાર (રોયલ ચેલેન્‍જર્સ બેંગલુરુ) ૨૮ વિકેટ, જોફ્રા આર્ચર (રાજસ્‍થાન રોયલ્‍સ) ૨૫ વિકેટ, રાશિદ ખાન (ગુજરાત ટાઇટન્‍સ): ૨૧ વિકેટએ અંશુલ કમ્‍બોજ (ચેન્નાઈ સુપર કિંગ્‍સ) ૨૧ વિકેટ મેળવી હતી

(11:30 AM IST)