<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

ડિજિટલ ફ્રોડ - મ્‍યુલ એકાઉન્‍ટ રોકવા RBI ૪ સપ્તાહમાં SOP જાહેર કરે

રાજ્‍યોને ફરિયાદ નિવારણ અને નાણાં પરત વ્‍યવસ્‍થા ઝડપથી અમલમાં મૂકવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ

નવી દિલ્‍હી તા.૬: સાયબર ગુનાઓનો સામનો કરવા માટેની વ્‍યવસ્‍થાઓના વધુ વ્‍યાપક સ્‍વીકાર, ઝડપી અમલીકરણ અને સતત અનુસરણની જરૂર હોવાનું નિરીક્ષણ કરતાં સુપ્રીમ કોર્ટે મંગળવારે રિઝર્વ બેંક ઓફ ઇન્‍ડિયા (RBI)ને ચાર અઠવાડિયામાં સાયબર છેતરપિડી અને મની લોન્‍ડરિગ સાથે સંકળાયેલા બેંક ખાતાઓ, ખાસ કરીને ‘મ્‍યુલ એકાઉન્‍ટ્‍સ'ના સંચાલન માટે સ્‍ટાન્‍ડર્ડ ઓપરેટિગ પ્રોસિજર (SOP) તૈયાર કરીને પ્રસારિત કરવાનો આદેશ આપ્‍યો છે.

ચીફ જસ્‍ટિસ સૂર્ય કાંત તથા જાસ્‍ટિસ જોયમાલ્‍યા બાગચી અને વી. મોહનાની બેન્‍ચે દેશભરમાં સાયબર આધારિત નાણાકીય છેતરપિડી સામેની કાર્યવાહી વધુ મજબૂત બનાવવા માટે અનેક મહત્‍વપૂર્ણ નિર્દેશો આપ્‍યા. કોર્ટે તમામ રાજ્‍યો, કેન્‍દ્રશાસિત પ્રદેશો અને કાયદા અમલીકરણ એજન્‍સીઓને સાયબર છેતરપિડીના ભોગ બનેલા લોકોને મદદરૂપ થવા માટે વિકસાવવામાં આવેલા ફરિયાદ નિવારણ અને નાણાં પુનઃપ્રાપ્તિ મોડ્‍યુલોનો ઝડપથી અમલ સુનિヘતિ કરવા જણાવ્‍યું. આ મામલો સુપ્રીમ કોર્ટની સુઓ મોટો સુનાવણી દરમિયાન નકલી દસ્‍તાવેજો દ્વારા થતા ડિજીટલ ફ્રોડ અને ડિજીટલ એરેસ્‍ટ કરીને થતી છેતરપિડી અંગે ચિંતા વ્‍યક્‍ત કરવામાં આવી હતી.

સરકાર તરફથી એટર્ની જનરલ આર. વેંકટરમણીની દલીલો અને વિવિધ એજન્‍સીઓ દ્વારા રજૂ કરાયેલા સંકલિત સ્‍ટેટસ રિપોર્ટ્‍સનો અભ્‍યાસ કર્યા બાદ બેન્‍ચે જણાવ્‍યું કે અત્‍યાર સુધીની પ્રગતિ પ્રશંસનીય છે, પરંતુ હાલની વ્‍યવસ્‍થાઓને વધુ વ્‍યાપક રીતે અમલમાં મૂકવાની, ઝડપી રીતે કાર્યાન્‍વિત કરવાની અને સતત દેખરેખ રાખવાની જરૂર છે. કોર્ટે વચગાળાના આદેશમાં જણાવ્‍યું કે RBI ચાર અઠવાડિયામાં મ્‍યુલ એકાઉન્‍ટ્‍સ, મની લોન્‍ડરિગ અને સાયબર છેતરપિડી સાથે સંકળાયેલા બેંક ખાતાઓના સંચાલન માટે SOP તૈયાર કરીને જાહેર કરશે.

આ sની અંતિમ નકલ દેશની તમામ હાઈકોર્ટોના રજિસ્‍ટ્રાર જનરલને પણ મોકલવામાં આવશે. આ ઉપરાંત, કોર્ટે તમામ રાજ્‍યો, કેન્‍દ્રશાસિત પ્રદેશો અને કાયદા અમલીકરણ એજન્‍સીઓને ગૃહ મંત્રાલયના નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિગ પોર્ટલ (NCRP) હેઠળ કાર્યરત ફરિયાદ નિવારણ વ્‍યવસ્‍થા અને નાણાંને પરત મેળવવામાં મદદરૂપ થતી વ્‍યવસ્‍થાનો તાત્‍કાલિક અને અસરકારક અમલ સુનિヘતિ કરવાનો નિર્દેશ આપ્‍યો. સુપ્રીમ કોર્ટે વધુમાં જણાવ્‍યું કે, આ બંને વ્‍યવસ્‍થાઓ અંગે જનજાગૃતિ ફેલાવવા માટે પણ યોગ્‍ય પગલાં લેવા જરૂરી છે, જેથી સાયબર છેતરપિડીના ભોગ બનેલા લોકો સમયસર મદદ મેળવી શકે અને તેમના નાણાં પરત મેળવવાની પ્રક્રિયા વધુ અસરકારક બની શકે.

(9:51 AM IST)