તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th July 2026
રાવણ એ મોહ, ઇન્દ્રજીત એકાંત અને કુંભકર્ણ અહંકારનું પ્રતિકઃ પૂ. મોરારીબાપુ
હરિદ્વારમાં ‘માનસ અમૃતમ ગમય' શ્રીરામ કથામાં શ્રીરામનામની ધુનમાં રંગાયા ભાવિકો

શ્રી રામકથાની વ્યાસપીઠના સાનિધ્યામાં લગ્નઃ ઉતરાખંડની તીર્થ ભૂમિ હરિદ્વારના પ્રેમ આશ્રમમાં પ્રવાહિત થઇ રહેલા રામકથારૂપી પ્રેમયજ્ઞમાં ગઇકાલે કથા પૂર્વે- મનોરથી પરિવારના એક નવયુગલ ‘ચિ. પ્રેમ ચિ.વૃક્ષા' ના વ્યાસપીઠની સાક્ષીએ શુભ-મંગલ વિવાહ થયા હતા. નવયુગલે પૂ. મોરારીબાપુ અને વ્યાસપીઠના મંગલ ફેરા ફર્યા હતા. બાપુએ નવયુગલને આશિર્વાદ પાઠવી પ્રસન્ન દામ્પત્યજીવનની શુભકામનાઓ પાઠવી હતી. પ્રેમ અને વૃક્ષાએ એકમેકને મોતી માળા પહેરાવી હતી અને એકમેકને વિંટી (‘મેરેજ રીંગ') પહેરાવી હતી.
રાજકોટ તા. ૮ :.. હરિદ્વારમાં પૂ. મોરારીબાપુના વ્યાસાસને ‘માનસ અમૃતમ ગમય' શ્રી રામકથામાં દરરોજ ભાવિકો શ્રીરામ ભકિતમાં રંગાય છે.
કથાના પ્રેમસંવાદને આગળ ધપાવતાં પૂ. મોરારીબાપુએ કહ્યું હતું કે, કહ્યું હતું કે, માનસમાં આપણા ચાર દુશ્માન, આંતરિક દુશ્મનો જે સાંકેલક છે એની વાત કરી છે. રાવણ એ મોહ છે, ઇન્દ્રજીતએ એકાંત છે. જયારે કુંભ કર્ણ અહંકારનું પ્રતિક છે. તો આ ચાર શત્રુ કયા? (૧) દુર્મુખ (ર) સુરરિયુ (૩) ભટ-અતિકાય અને (૪) મહોદર કોઇની નિંદા કરવી, કોઇની પ્રગતિની ઇર્ષા કરવી એ દુર્મૂખ છે. દેવી વિચારનો વિરોધ કરવો એ મનુજ આહારી એટલે કે મનુષ્યતા -સુરરિયુ છે. અતિશય જાડા હોય અને જેનુ પેટ મોટું એટલે કે મહોદર છે. આ બધા આપણા આંતરિકશત્રુ છે.
આદિ જગદ્્ગુરૂ શંકરાચાર્યર્જી વિવેક ચુડામણ માં એક મંત્ર આવે છે. તે મંત્રમાં અમૃતની પ્રાપ્તિ કઇ રીતે થાય એની ચર્ચા કરી છે. ઝેર પીવડાવવા માટે કેટકેટલી યોજનાઓ કરવી પડે છે પણ અમૃત મેળવવું સહજ છે એને માટે સાધકે સાધના કરવાની રહે છે.
આ અવસરે ઓશો આરાધક સ્વામી આનંદ અરૂણજીએ જણાવ્યું હતું કે, મોરારીબાપુની વિનમ્રતા અને સરળતા - સહજતાને લીધે હું બાપુ સાથે પ્રેમનો નાતો ધરાવું છું. બાપુ એક માત્ર એવા વકતા છે કે જે ઓશોની વાત-ઓશોને પ્રેમ સંદેશ ફેલાવે છે. અને એ પણ ઓશોના નામ સાથે. બાકી કેટકેટલાય વકતાઓ ઓશોની જ વાત કરે છે, ઓશો વાણી જ કહેતા રહે છે પણ કયારેય-કોઇ દિવસ ઓશોનું નામ નથી લેતા...! અને બાપુને ભારત સરકારે ર૦૦ર માં પદ્મશ્રી સન્માન આપવાનું નિヘતિ કર્યુ તો બાપુએ પ્રેમપૂર્વક - વિનય સાથે એ પદ્મશ્રી સન્માનનો અસ્વીકાર કરેલો. બાપુએ રામકથા અને રામનામનો પરિચય સમગ્ર વિશ્વમાં પ્રસરાવ્યો છે.
પૂ. મોરારીબાપુના હસ્તે કાઠમંડુ (નેતાળ)ના તપોવન આશ્રમના ઓશો આરાધક સ્વામી આનંદ અરૂણજી દ્વારા લખાયેલું એક અંગ્રેજી ભાષાનું પુસ્તક વ્યાસપીઠ દ્વારા બ્રહ્માર્પણ થયું હતું. ઉપરાંત જાણીતા વકતા-લેખક ડો. ભદ્રાયુ વચ્છરાજાની સંપાદિત એક પુસ્તકનું પણ બાપુએ બ્રહ્માર્પણ કર્યુ હતું. જે પુસ્તકમાં ગત હનુમાનજી જયંતિને દિવસે મહુવા પાસેના જાદરા ગામે મીણબાઇ માનો નેસડો છે તે ભૂમિ પર પ્રથમ પાટોત્સવ નિમિતે સનાતન ધર્મ વિશે સંવાદ થયેલો. જેમાં પ્રિયબાપુ, સતુઆ બાબા, જય વસાવડા, રેખાબેન દેસાઇ અને ભદ્રાયુ વચ્છરાજાનીએ પ્રવચન આપેલા. એ સનાતન વાણીના પુસ્તકનું સંપાદન પણ ડો. ભદ્રાયુ વચ્છરાજાનીએ કરેલું છે.
-મનોજ જોશી ‘મજો' રાજકોટ, મો. ૮૧૪૦ર ૧૩૧૩૦, મો. ૯૪ર૬ર ૪ર૧૧પ)
‘માનસ રાધાકૃષ્ણ મુર્તિ' શ્રી રામકથાનો મનોરથ
રાજકોટ, તા. ૮: પૂ. મોરારીબાપુએ કહયુ કે, મને આજે વ્યાસપીઠ પર મારા બધાના પત્રો વાંચતો હતો ત્યારે જ એક વિચાર આવ્યો છે કે મને એક એવી કથાનો મનોરથ છે.. ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણ અને તત્વચિંતક જે. કૃષ્ણમૂર્તિ (જદુ કૃષ્ણમૂર્તિ) ને કેન્દ્રમાં રાખીને ‘માનસ રાધાકૃષ્ણ મૂતિ' વિષય પર રામકથાનું ગાન કરવાનો મનોરથ છે. જોઇએ કયારે થાય છે. આપણા ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણન અને જે. કૃષ્ણમૂર્તિ ને યાદ કરવા છે. જો કે જે. કૃષ્ણમૂર્તિને સમજવા જરા કઠિન છે. પણ આ બન્ને મહાપુરૂષને કેન્દ્રમાં રાખીને ‘માનસ રાધાકૃષ્ણ મૂર્તિ' રામકથાનું ગાન કરીશું.(૬.૧૪)
(3:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
