<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th November 2026

મોસ્કોની આંતરરાષ્ટ્રીય પરિષદમાં રાઉલ જોન અજુએ ભારતનું ગૌરવ વધાર્યું : પુતિન સાથે હાથ મિલાવ્યો અને યાદગાર સેલ્ફી પણ લીધી

મોસ્કો, તા. ૨૭ : રશિયામાં યોજાયેલી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની આંતરરાષ્ટ્રીય પરિષદમાં કેરળના કિશોર રાઉલ જોન અજુએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તેની સાથે એઆઈના શિક્ષણક્ષેત્રે ઉપયોગ અંગે ચર્ચા કરી હતી.

સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધ થયેલા સંવાદ મુજબ પુતિને રાઉલના કાર્યને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘મેક ઇન ઇન્ડિયા’ની વિચારધારા સાથે સુસંગત ગણાવ્યું હતું.

રાઉલ એઆઈ રિયલ્મ ટેક્નોલોજીસ નામની કંપનીનો સ્થાપક છે અને તેની કંપનીમાં આશરે ૧૫ લોકો કાર્યરત છે. ભારતમાં ‘એઆઈ કિડ’ તરીકે ઓળખાતા રાઉલે વિદ્યાર્થીઓને સરળતાથી એઆઈ શીખવવા માટે શૈક્ષણિક પ્લેટફોર્મ પણ વિકસાવ્યું છે. મુલાકાતના અંતે તેણે પુતિન સાથે સેલ્ફી લીધી હતી. 

(9:40 AM IST)