<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

રણવીર સિંહ સિકયુરિટી અને સર્વેલન્‍સ સીપી પ્‍લસના બ્રાન્‍ડ એમ્‍બેસેડર બન્‍યાં

રાજકોટ ૩૧ : ભારત ખૂબજ ઝડપથી સ્‍માર્ટ અને કનેક્‍ટેડ લાઇફસ્‍ટાઇલ અપનાવી રહ્યું છે ત્‍યારે ઇન્‍ટેલિજન્‍ટ સિકયુરિટીની જરૂરિયાત પહેલાની સરખામણીમાં વધુ મહત્‍વપૂર્ણ બની ગઇ છે. એડવાન્‍સ્‍ડ સિકયુરિટીને સરળ, વિશ્વસનીય અને ગર્વથી મેડ-ઇન-ભારત બનાવવા માટેની પોતાની કટીબદ્ધતાને મજબૂત કરતાં ભારતની અગ્રણી સિકયુરિટી અને સર્વેલન્‍સ બ્રાન્‍ડ સીપી પ્‍લસે રણવીર સિંહને તેના બ્રાન્‍ડ એમ્‍બેસેડર જાહેર કર્યાં છે.

આન્‍ધ્ર પ્રદેશના કડપ્‍પામાં વિડિયો સિકયુરિટી પ્રોડક્‍ટ્‍સ માટે ભારતની સૌથી મોટી ઇન્‍ટિગ્રેટેડ મેન્‍યુફેક્‍ચરિંગ સુવિધા પૈકીની એક, એસટીકયુસી-સર્ટિફાઇડ સોલ્‍યુશન્‍સના દેશના સૌથી મોટા પોર્ટફોલિયો અને ભારત સરકારના મેક ઇન ઇન્‍ડિયા અને આત્‍મનિર્ભર ભારત પહેલ પ્રત્‍યેની અતૂટ કટીબદ્ધતા સાથે સીપી પ્‍લસ ભારતની સૌથી વિશ્વસનીય ટેક્રોલોજી બ્રાન્‍ડ્‍સ પૈકીની એક તરીકે ઉભરી આવી છે.

લોકપ્રિય અભિનેતા અને શોમેન રણવીરસિંહ કંપનીના ઇન્‍ટેલિજન્‍ટ સિકયુરિટી સોલ્‍યુશન્‍સને વધુ સુવિધાજનક, સુસંગત અને દેશભરમાં વ્‍યાપકપણે અપનાવવાના વિઝનને આગળ ધપાવવા માટે આદર્શ સ્‍થિતિમાં છે.

આ સહયોગ વિશે વાત કરતાં રણવીર સિંહે કહ્યું હતું કે, ભારતમાં સિકયુરિટી ઇન્‍ડસ્‍ટ્રીમાં સતત નવા બેંચમાર્ક સ્‍થાપિત કરનાર બ્રાન્‍ડ સીપી પ્‍લસ સાથે ભાગીદારી કરતાં હું ઉત્‍સાહિત છું. ઘરો, કામના સ્‍થળો અને સમુદાયોને સુરક્ષિત રાખવા માટે ટેકનોલોજીની મહત્‍વતા વધી રહી છે ત્‍યારે સીપી પ્‍લસ ભારત માટે ગર્વથી તૈયાર કરેલા ઇનોવેશન સાથે આગળ વધી રહ્યું છે. હું એવી બ્રાન્‍ડનો હિસ્‍સો બનતા ખુશી અનુભવું છું કે જે સિકયુરિટી બાબતે ભારતના વિચારો બદલી રહી છે. આ ભાગીદારી વિશે સીપી પ્‍લસના મેનેજિંગ ડિરેક્‍ટર આદિત્‍ય ખેમકાએ કહ્યું હતું કે, સીપી પ્‍લસ ખાતે અમારી કામગીરી લોકો વિશ્વાસ કરી શકે તેવા ઇનોવેશન દ્વારા સુરક્ષિત, સ્‍માર્ટ અને વધુ સુરક્ષિત ભારતની રચના કરવાના ઉદ્દેશ્‍યથી પ્રેરિત છે. આજે ટેક્રોલોજી દૈનિક જીવનનો જરૂરી હિસ્‍સો છે અને ઇન્‍ટેલિજન્‍ટ સિકયુરિટીની ભૂમિકા વિશે વધુ લોકો જાગળક બને તે પણ મહત્‍વપૂર્ણ છે.

 

(2:20 PM IST)