તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 4th October 2026
લખનૌમાં ગોમતી નદીના રૌદ્ર રૂપથી હાહાકાર: ફેઝુલ્લાગંજમાં પૂરના પાણી ઘૂસતા ભારે તારાજી, રેસ્ક્યૂ કામગીરી તેજ
હજારો ઘરો જળમગ્ન થતાં લોકોનું સ્થળાંતર શરૂ: NDRF અને તંત્રની ટીમ દ્વારા અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડવા માટે યુદ્ધના ધોરણે કામગીરી

લખનૌ:ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં સતત વરસી રહેલા ભારે વરસાદ અને જળાશયોમાંથી છોડાયેલા પાણીના કારણે ગોમતી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ગોમતી નદીમાં આવેલા પૂરના કારણે લખનૌના નીચાણવાળા વિસ્તાર એવા ફેઝુલ્લાગંજમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. નદીના પાણી ઘરોમાં ઘૂસી જતાં સમગ્ર વિસ્તાર જળમગ્ન થઈ ગયો છે અને લોકોના જનજીવન પર માઠી અસર પડી છે.
ફેઝુલ્લાગંજ વિસ્તારમાં શેરીઓ અને રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે, જેના કારણે અનેક ઘરોમાં પાંચથી છ ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે. આ અચાનક આવેલી આફતના કારણે સ્થાનિક રહેવાસીઓ પોતાના ઘરોમાં ફસાયા હતા. સ્થિતિ વણસતી જોઈને તંત્ર દ્વારા તુરંત રાહત અને બચાવ કામગીરી માટે NDRF, SDRF અને સ્થાનિક પોલીસની ટુકડીઓને મેદાનમાં ઉતારવામાં આવી છે.
સેંકડો પરિવારોનું સ્થળાંતર, રાહત કેમ્પો શરૂ
બચાવ ટુકડીઓ દ્વારા બોટની મદદથી પૂરના પાણીમાં ફસાયેલા નાના બાળકો, વૃદ્ધો અને મહિલાઓને સલામત રીતે બહાર કાઢીને શેલ્ટર હોમ અને રાહત કેમ્પોમાં ખસેડવામાં આવી રહ્યા છે. સ્થાનિક પ્રશાસન દ્વારા અસરગ્રસ્તો માટે ખોરાક, પીવાના ચોખ્ખા પાણી અને તબીબી સુવિધાઓ પૂરી પાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. નદીની જળસપાટી પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને નીચાણવાળા વિસ્તારોથી દૂર રહેવા કડક એડવાઈઝરી જારી કરવામાં આવી છે.
(12:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
