<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

રામકિશન ઓઝા અને શુભાસિની યાદવને ગુજરાતની જવાબદારી યથાવત : કોંગ્રેસે નવા ૨ AICC સેક્રેટરી નિમ્‍યા

૨૦૨૭ની ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ હાઈકમાન્‍ડે સંગઠનમાં મોટો ફેરફાર કર્યો :ચાર નેતાઓને AICC સચિવ બનાવી ગુજરાત ચૂંટણીને અનુસંધાને નવી જવાબદારી સોંપવામાં આવી છે

નવી દિલ્‍હી તા.૨૦: ગુજરાત કોંગ્રેસ માટે મહત્‍વના સમાચાર સામે આવ્‍યા છે. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC) દ્વારા સંગઠનમાં ફેરફાર કરતાં નવા સચિવોની નિમણૂક કરવામાં આવી છે. ૧૯ નવેમ્‍બર, ૨૦૨૬ના રોજ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્‍યક્ષની મંજૂરીથી જાહેર કરાયેલા આદેશમાં ગુજરાતના ચાર નેતાઓને AICCસચિવ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.

કોંગ્રેસ હાઈકમાન્‍ડે ગુજરાત સંગઠનને લઈને મહત્‍વનો નિર્ણય લીધો છે. ૧૯ નવેમ્‍બરે જાહેર કરાયેલી નવી નિમણૂક યાદી મુજબ હેમસિહ શેખાવત અને નરેશ ઠાકુરને ગુજરાતના નવા AICC સેક્રેટરી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. જ્‍યારે રામકિશન ઓઝા અને સુભાષિની યાદવને ગુજરાતના પ્રભારી સચિવ તરીકે યથાવત્‌ રાખવામાં આવ્‍યાં છે.

ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્‍યાનમાં રાખીને કોંગ્રેસ સંગઠનને મજબૂત બનાવવાની દિશામાં આ ફેરફારને મહત્‍વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. ખાસ કરીને રાજ્‍યમાં બુથ મેનેજમેન્‍ટ, કાર્યકરો સાથે સંકલન અને પક્ષના સંગઠનને સક્રિય બનાવવાની જવાબદારી હવે આ નવા સચિવોની રહેશે.

ઉલ્‍લેખનીય છે કે કોંગ્રેસ દ્વારા ગુજરાત ઉપરાંત આસામ, કેરળ, તમિલનાડુ, ઉત્તરાખંડ સહિત વિવિધ રાજ્‍યોમાં પણ AICCસચિવોની નિમણૂક અને જવાબદારીઓની પુનઃફાળવણી કરવામાં આવી છે.

રામકિશન ઓઝા મહારાષ્ટ્રના નાગપુર સાથે સંકળાયેલા કોંગ્રેસના સંગઠનાત્‍મક નેતા છે. તેઓ અગાઉ પણ ગુજરાત કોંગ્રેસના પ્રભારી AICC સચિવ તરીકે કામ કરી ચૂક્‍યા છે. માર્ચ ૨૦૨૨માં તેમને પ્રથમ વખત ગુજરાતની જવાબદારી સોંપવામાં આવી હતી. ૨૦૨૩ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ દરમિયાન અમદાવાદ પૂર્વ, અમદાવાદ પヘમિ, ખેડા, આણંદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા સહિત નવ બેઠકોની જવાબદારી પણ તેમને સોંપવામાં આવી હતી.

શુભાસિની યાદવ કોંગ્રેસનાં રાષ્ટ્રીય સ્‍તરનાં મહિલા નેતા અને પૂર્વ કેન્‍દ્રીય મંત્રી સ્‍વર્ગસ્‍થ શરદ યાદવની પુત્રી છે. તેઓ MBA થયેલાં છે. ૨૦૨૦ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં તેમણે મધેપુરા જિલ્‍લાની બિહારીગંજ બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી પણ લડી હતી. ૨૦૨૪માં તેમને પહેલીવાર ગુજરાતના AICCસેક્રેટરીની જવાબદારી સોંપવામાં આવી હતી અને ૨૦૨૬માં તેમને યથાવત્‌ રાખવામાં આવ્‍યાં છે.(૩૮

(10:11 AM IST)