તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th July 2026
રામમંદિર દાન ચોરીઃ સુપ્રિમકોર્ટે સુનાવણી માટે બેન્ચની રચના કરી
સીજેઆઈ સુર્યકાંત કરશે અધ્યક્ષતાઃ ૩ જજોની બેન્ચ ૧૩મીએ કરશે સુનાવણી

અયોધ્યાઃ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને મળેલા કરોડોના દાનમાં કથિત હેરાફેરી અને ચોરીના ગંભીર આરોપોની તપાસ માટે સુપ્રીમ કોર્ટ તૈયાર થઈ છે. ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા સૂર્યકાંતની અધ્યક્ષતામાં ૩ જજોની બેંચ ૧૩ જુલાઈએ સુનાવણી કરશે. કોર્ટની દેખરેખ હેઠળ SIT તપાસ અને દાન સંબંધિત તમામ રેકોર્ડ સુરક્ષિત રાખવાની માગ સાથે PIL દાખલ કરાઈ છે.
અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને મળેલા દાન અને ચઢાવામાં કથિત હેરાફેરી તથા ચોરીના ગંભીર આરોપોની તપાસની માગ સાથે દાખલ કરાયેલી જનહિત અરજી (PIL) પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરવા માટે તૈયાર થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટે આ મામલાની ગંભીરતાને જોતાં સુનાવણીની સંમતિ આપી દીધી છે. ચીફ જાસ્ટિસ સૂર્ય કાંતની અધ્યક્ષતામાં આ કેસ માટે ત્રણ જજોની ખાસ પીઠ (બેંચ)ની રચના કરવામાં આવી છે, જે આગામી સોમવારે એટલે કે ૧૩ જુલાઈએ આ મામલે સુનાવણી હાથ ધરશે.
ચીફ જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની આ ત્રણ જજોની પીઠમાં અન્ય બે વરિષ્ઠ ન્યાયાધીશો તરીકે જાસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી.એસ. મોહન નો સમાવેશ કરવામાં આવ્યો છે. વકીલ અજય કુમાર રાય અને દિનેશ કુમાર યાદવ દ્વારા દાખલ કરાયેલી મુખ્ય અરજીની સાથે જ રાષ્ટ્રીય જનતા દળના સાંસદ સુધાકર સિહ દ્વારા આ જ મુદ્દા પર દાખલ કરાયેલી એક અલગ અરજી પર પણ કોર્ટ સંયુક્ત રીતે સુનાવણી કરશે.
અરજીકર્તાઓએ સુપ્રીમ કોર્ટ સમક્ષ cexi લગાવી છે કે રામ મંદિરમાં મળતા દાન, ચઢાવાની ચોરી અને ઉચાપતના આરોપોની વ્યાપક તપાસ કોર્ટની સીધી દેખરેખ હેઠળ થવી જોઈએ. જોકે, આ મામલે ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા પહેલેથી જ એક એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને યુપી પોલીસની વિશેષ તપાસ ટીમ (SIT) એ પોતાનો વચગાળો અહેવાલ પણ સોંપી દીધો છે. પરંતુ અરજદારોનો તર્ક છે કે કેસની નિષ્પક્ષ, પારદર્શક અને સમયબદ્ધ તપાસ સુનિヘતિ કરવા માટે સીબીઆઈના નેતૃત્વમાં એક સ્વતંત્ર એસઆઈટીની રચના કરવામાં આવે. આ સિવાય ભવિષ્યમાં આવી ગેરરીતિઓ રોકવા માટે ટ્રસ્ટની નાણાકીય બાબતો અને સંપત્તિઓનું મજબૂત ઓડિટ થાય તેવી સિસ્ટમ ગોઠવવા ઉત્તર પ્રદેશ સરકાર અને રામ જન્મભૂમિ ટ્રસ્ટને નિર્દેશ આપવાની માગ પણ કરાઈ છે.
અરજદારોએ દેશની સુપ્રીમ કોર્ટને એવો વચગાળો આદેશ જારી કરવા પણ વિનંતી કરી છે કે જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી દાન સાથે જોડાયેલા તમામ રેકોર્ડ સુરક્ષિત રાખવામાં આવે. આ અંતર્ગત બેંક ખાતાઓની વિગતો, ડોનેશન રજિસ્ટર, ઓડિટ રિપોર્ટ, કોમ્પ્યુટર રેકોર્ડ અને મંદિરના સીસીટીવી ફૂટેજ સહિતના સંબંધિત દસ્તાવેજો સુરક્ષિત રાખવાની માગ કરવામાં આવી છે, જેથી તપાસ દરમિયાન કોઈ પણ પુરાવા સાથે છેડછાડ ન થઈ શકે કે તેને નષ્ટ ન કરી શકાય.
(2:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
