<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th July 2026

રામ મંદિર દાન ચોરી:જો FIR નોંધવામાં નહીં આવે તો પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરશું :ફૈઝાબાદ બાર એસો,નું અલ્ટીમેટમ

વકીલો માંગ કરી રહ્યા છે કે ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાવના નામ FIRમાં સામેલ કરવામાં આવે

અયોધ્યામાં રામ મંદિર દાન ચોરી કેસને લઇને વકીલોનું એક પ્રતિનિધિમંડળ આજે રામ જન્મભૂમિ પોલીસ સ્ટેશન પણ પહોંચ્યું હતું. ફૈઝાબાદ બાર એસોસિએશને ધમકી આપી છે કે જો FIR નોંધવામાં નહીં આવે તો પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવશે. વકીલો માંગ કરી રહ્યા છે કે ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાવના નામ FIRમાં સામેલ કરવામાં આવે. જો FIR 24 કલાકમાં નોંધવામાં નહીં આવે તો તેમણે વિરોધ પ્રદર્શન કરવાની ચેતવણી આપી છે.

(10:14 PM IST)