News of Tuesday, 23rd June 2026
રામ મંદિર દાન કૌભાંડઃ SITના ૧૫૦ પાનાના ગુપ્ત રિપોર્ટથી મચ્યો ખળભળાટ : ગુનેગારોના નામ ટૂંક સમયમાં ખુલશે
૧૫૦ લોકોની પૂછપરછ બાદ ટ્રસ્ટના માળખાને બદલવા અને વરિષ્ઠ સરકારી અધિકારીને CEO બનાવવાની SITની ભલામણ

અયોધ્યા, તા.૨૩: અયોધ્યા ભગવાન શ્રી રામની નગરી અયોધ્યાથી એક એવા સમાચાર સામે આવ્યા છે જેણે સમગ્ર દેશના રાજકારણ અને પ્રશાસનમાં ગરમાવો લાવી દીધો છે. રામ મંદિરમાં મળેલા દાનમાં થયેલી મોટી ગેરરીતિઓની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એ પોતાનો ધડાકો કરતો પ્રારંભિક અહેવાલ ઉત્તર પ્રદેશના અધિક મુખ્ય સચિવ (ગળહ) સંજય પ્રસાદને સોંપી દીધો છે. લખનૌના ડિવિઝન કમિશનર અને SIT ના અધ્યક્ષ વિજય વિશ્વાસ પંતના નેતળત્વમાં તૈયાર થયેલો આ ૧૫૦ પાનાનો રિપોર્ટ એટલો ગુપ્ત રાખવામાં આવ્યો છે કે તેનાથી મંદિરના આંતરિક વહીવટદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મામલે હવે ટૂંક સમયમાં જ કેટલાક ભ્રષ્ટ કર્મચારીઓ સામે કાયદેસરની FIR દાખલ કરીને તેમની ધરપકડ કરવામાં આવી શકે છે.
આ હાઈ-પ્રોફાઈલ કેસની તપાસ દરમિયાન SIT એ કોઈ કસર બાકી નથી રાખી અને અત્યાર સુધીમાં અંદાજે ૧૫૦ જેટલા લોકોની આકરી પૂછપરછ કરીને તેમના નિવેદનો નોંધ્યા છે. રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે દાનની ગણતરી અને તેની દેખરેખ રાખવાની સિસ્ટમમાં ગંભીર ખામીઓ હતી, અને પૈસાની હેરાફેરી કરનારા કર્મચારીઓની પસંદગીમાં ટ્રસ્ટના જ કેટલાક ઉચ્ચ અધિકારીઓએ પક્ષપાત કર્યો હતો. ભક્તોની પરસેવાની કમાણીની ચોરી કરનારા આ નેટવર્કનો પર્દાફાશ કરવા માટે SIT એ સરકાર પાસે વધુ સમય અને વધારાના અધિકારીઓની માગ કરી છે, જેથી કરીને છેલ્લા પાંચ વર્ષમાં આવેલા એક-એક રૂપિયાના દાનનો ઝીણવટભર્યો હિસાબ મેળવી શકાય.
આ વિવાદે રાજકીય ક્ષેત્રે ભારે તોફાન મચાવ્યું છે, જ્યાં વિપક્ષો કેન્દ્ર અને રાજ્ય સરકારને ઘેરી રહ્યા છે, ત્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આ મામલે કોઈ પણ ઢીલાશ મૂકવાના મૂડમાં નથી. SIT એ ભવિષ્યમાં આવી ચોરીઓ રોકવા માટે મંદિર ટ્રસ્ટનું સંપૂર્ણ પુનર્ગઠન કરવાની અને કોઈ વરિષ્ઠ સરકારી અધિકારીને મંદિરના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) તરીકે નિયુક્ત કરવાની કડક ભલામણ કરી છે. હવે આ સનસનીખેજ રિપોર્ટ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ટેબલ પર છે, અને ભક્તોની આસ્થા સાથે દ્રોહ કરનારાઓ વિરુદ્ધ કેવા કડક પગલાં લેવાય છે તેના પર આખા દેશની નજર ટકેલી છે
(2:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
