<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

રાજ્‍યસભાઃ ૧૦૦ કરોડથી વધુ સંપત્તિવાળા સાંસદો ૩૧

રાજ્‍યસભામાં અબજોપતિઓની સંખ્‍યા વધે છેઃ ૨૨૬ સાંસદોની સરેરાશ સંપતિ રૂ.૧૧૫.૨૫ કરોડ : દર સાતમો સાંસદ ૧૦૦ કરોડની કલબમાં: સૌથી વધુ ધનવાન સાંસદની સંપતિ રૂ.૫૩૦૦ કરોડથી વધુ

નવી દિલ્‍હી,તા.૦૩: દેશમાં જ્‍યારે પણ કોઈ નેતાની સંપત્તિ અંગે ચર્ચા થાય છે ત્‍યારે મુદ્દો માત્ર પંચાયત કે વિધાનસભા સુધી અટકતો નથી, સાંસદના બન્ને ગૃહ સુધી જાય છે. રાજ્‍યસભાને ઉચ્‍ચ સદન તરીકે પણ ઓળખવામાં આવે છે. પણ છેલ્‍લા ૧૨ વર્ષમાં અહીંયા પહોંચનારા સાંસદ કોઈને કોઈ રીતે ચર્ચામાં રહ્યા છે. અહીંયા સુધી પહોંચેલા સાંસદોની આર્થિક સ્‍થિતિ ઝડપથી બદલી ગઈ છે. રાજ્‍યસભાને સંસદના ઉપલા ગૃહ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ છેલ્‍લા ૧૨ વર્ષોમાં, અહીં ચૂંટાયેલા સાંસદોની નાણાકીય પ્રોફાઇલ ઝડપથી બદલાઈ ગઈ છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્‍સ (ADR) ના વાર્ષિક ડેટા દર્શાવે છે કે રૂ.૧૦૦ કરોડથી વધુની જાહેર સંપત્તિ ધરાવતા સાંસદોની સંખ્‍યા વધી રહી છે. ૨૦૧૪ માં, આવા ચાર સાંસદ હતા, ૨૦૧૮ માં આ સંખ્‍યા વધીને છ, ૨૦૨૪ માં ૩૧ અને જૂન ૨૦૨૬ માં આ આંકડો ૩૧ પર યથાવત રહ્યો. આ ડેટા ચૂંટણી સોગંદનામામાં જાહેર કરાયેલી સંપત્તિ પર આધારિત છે.

ADR અને નેશનલ ઇલેક્‍શન વોચના જૂન ૨૦૨૬ના અહેવાલમાં ૨૩૩ વર્તમાન રાજ્‍યસભા સાંસદોમાંથી ૨૨૬નું વિશ્‍લેષણ કરવામાં આવ્‍યું હતું. પヘમિ બંગાળમાં ચાર બેઠકો ખાલી હતી, અને ત્રણ સાંસદો (દેવેન્‍દ્ર પ્રતાપ સિહ, જી.સી. ચંદ્રશેખર અને એસ. સેલ્‍વાગણપતિ)નું તેમના સોગંદનામા ઉપલબ્‍ધ ન હોવાને કારણે વિશ્‍લેષણ થઈ શક્‍યું ન હતું. અહેવાલ મુજબ, ૨૨૬ સાંસદોમાંથી ૩૧, અથવા ૧૪%, ૧૦૦ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ ધરાવે છે. આનો અર્થ એ થયો કે લગભગ દરેક ૭મા સાંસદ આ શ્રેણીમાં આવે છે.

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રીફોર્મના એક રિપોર્ટ અનુસાર જુદા જુદા વર્ષમાં રૂ.૧૦૦ કરોડથી વધારે સંપત્તિ જાહેર કરનારા સાંસદની સંખ્‍યામાં નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ ૨૦૧૪માં જ્‍યારે પહેલીવાર કેન્‍દ્રમાં મોદી સરકાર રચાઈ એ સમયે માત્ર ૪ સાંસદ હતા. વર્ષ ૨૦૧૮માં આ સંખ્‍યા વધીને ૬ થઈ, વર્ષ ૨૦૨૪માં ૩૧ અને ૨૦૨૬માં આંકડો હજુ યથાવત્‌ ૩૧ જ છે. આ આંકડો ચૂંટણી સમયે એફિડેવિટમાં જાહેર કરવામાં આવેલા આંક પર આધારિત છે.

ADRના જૂન ૨૦૨૬ના રિપોર્ટ અનુસાર રાજ્‍યસભામાં ૨૩૩માંથી ૨૨૬ વર્તમાન સાંસદની સંપત્તિનું વિશ્‍લેષણ કરવામાં આવ્‍યું હતું. પヘમિ બંગાળમાંથી ૪ બેઠકો ખાલી હતી અને ૩ સાંસદોના એફિડેવિટ નહીં હોવાને કારણે ખાસ ઊંડું વિશ્‍લેષણ ન થયું, પણ ૨૨૬માંથી ૩૧ સાંસદ એટલે કે ૧૪ ટકા સાંસદો એવા છે જેની સંપત્તિ રૂ.૧૦૦ કરોડથી વધારે છે. આનો સીધો અર્થ એ થયો કે, દરેક સાતમો સાંસદ રૂ.૧૦૦ કરોડની સંપત્તિ ધરાવતી શ્રેણીમાં આવે છે. કુલ ૨૨૬ સાંસદોની સરેરાશ સંપત્તિ પર નજર કરવામાં આવે તો રૂ.૧૧૫.૨૫ કરોડ થાય છે. આ સરેરાશ એવું બતાવે છે કે, રાજ્‍યસભાની આર્થિક પ્રોફાઈલ કેટલી મોટી છે અને પૈસાદાર સાંસદોથી ભરી છે.

સંપત્તિને લઈને ઘણીવાર મતમતાંર જોવા મળે છે પણ હકીકત એ પણ છે કે, વર્ષ ૨૦૧૪ પછી આવા સાંસદોની સંખ્‍યામાં નોંધપાત્ર વધારો થયો છે. જુદા જુદા રાજ્‍યોમાંથી રૂ.૧૦૦થી વધારે સંપત્તિ ધરાવતા સાંસદની વાત કરવામાં આવે તો આંધ્ર પ્રદેશમાંથી ૫, ઉત્તર પ્રદેશમાંથી ૪, તેલંગણામાંથી ૪, મહારાષ્ટ્રમાંથી ૩, ઓડિશામાંથી ૩, ગુજરાતમાંથી ૨, પંજાબમાંથી ૨, તમિલનાડુંમાંથી ૨, હરિયાણામાંથી ૧, કર્ણાટકમાંથી ૧, કેરળમાંથી ૧, મધ્‍યપ્રદેશમાંથી ૧, રાજસ્‍થાનમાંથી ૧ અને ઝારખંડમાંથી ૧ સાંસદનો સમાવેશ આ કેટેગરીમાં થાય છે.

ભારતીય જનતા પાર્ટીના ૧૦૭ સાંસદમાંથી ૭ ટકા સાંસદોએ રૂ.૧૦૦ કરોડથી વધારે સંપત્તિ જાહેર કરી છે. કોંગ્રેસના ૨૯માંથી ૨૧ ટકા સાંસદોએ આ શ્રેણીમાં આવે છે. જ્‍યારે ળ્‍લ્‍ય્‍ઘ્‍ભ્‍માં ૪માંથી ૨ સાંસદો, TDPમાં ૪ માંથી ૨ સાંસદો, ગ્‍ય્‍લ્‍માંથી ૩માંથી ૨ સાંસદ અને ફઘ્‍ભ્‍ માં ૪માંથી ૨ સાંસદો આ કેટેગરીમાં આવે છે. BRSના ડો.બંદીપાર્થ સારથી રેડ્ડી સૌથી વધારે સંપત્તિ ધરાવતા સાંસદ છે અને તેઓ ગ્‍ય્‍લ્‍માંથી રાજ્‍યસભાના સાંસદ છે. એમની કુલ સંપત્તિ રૂ.૫૩૦૦ કરોડ છે. આ પછી પંજાબના ભાજપના સાંસદ રાજિદર ગુપ્તાની સંપત્તિ રૂ.૫૦૫૩ કરોડ છે, જ્‍યારે તેલંગણાના કોંગ્રેસના ડો. અભિષેક મનુ સિઘવીની સંપત્તિ રૂ.૨૫૫૮ કરોડ છે. ચોથા ક્રમે એક્‍ટ્રેસ અને રાજ્‍યસભા સાંસદ જય બચ્‍ચન રૂ.૧૫૭૮ કરોડ છે. જ્‍યારે ગુજરાતના પરિમલ નથવાણીની રૂ.૭૫૫ કરોડ સાથે આ કેટેગરીમાં છે. રાજ્‍ય વાઈસ જોવામાં આવે તો તેલંગણા અને આંધ્ર પ્રદેશના સાંસદોની સંપત્તિનો મોટો ભાગ આ રાજ્‍યસભામાં છે. તેલંગણાના સાત સાંસદોમાંથી ચાર (૫૭%) અને આંધ્રપ્રદેશના અગિયારમાંથી પાંચ (૪૫ ટકા) સાંસદોએ રૂ.૧૦૦ કરોડથી વધુની સંપત્તિ જાહેર કરી છે.

આ શ્રેણીમાં ઓડિશાના દસમાંથી ત્રણ (૩૦ ટકા), પંજાબના સાતમાંથી બે (૨૯ ટકા) અને ગુજરાતના અગિયારમાંથી બે (૧૮ ટકા) સાંસદોનો સમાવેશ થાય છે. ઉત્તર પ્રદેશના એકત્રીસ સાંસદોમાંથી ચાર (૧૩ ટકા), મહારાષ્ટ્રના ઓગણીસમાંથી ત્રણ (૧૬ ટકા) અને તમિલનાડુના અઢારમાંથી બે (૧૧ ટકા) સાંસદો રૂ.૧૦૦ કરોડથી વધુની સંપત્તિ ધરાવે છે.

આ ઉપરાંત, હરિયાણા, કર્ણાટક, કેરળ, મધ્‍ય પ્રદેશ, રાજસ્‍થાન અને ઝારખંડમાંથી એક-એક સાંસદ ' રૂ.૧૦૦ કરોડ ક્‍લબ'માં સામેલ છે. તેલંગણા અને આંધ્રપ્રદેશના ૧૮ સાંસદોની કુલ જાહેર કરાયેલી સંપત્તિ આશરે રૂ.૧૦,૨૫૯ કરોડ (તેલંગણા રૂ.૮,૩૧૦ કરોડ આંધ્રપ્રદેશ રૂ.૧,૯૪૯ કરોડ) છે, જે ૨૨૬ સાંસદોની કુલ સંપત્તિ (આશરે રૂ.૨૬,૦૪૭ કરોડ)ના લગભગ ૩૯ ટકા હિસ્‍સો ધરાવે છે.

(9:57 AM IST)