તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th April 2026
રાજકોટ ફરી ભાજપનો ગઢ સાબિત
મનપામાં ૭ર માંથી ૬પ બેઠક પર ભાજપનો વિજયઃ ઠેર-ઠેર ‘વિજયના વધામણા': આપના ડબ્બા ડૂલ : વોર્ડ નં. ૧૬માં પરિવર્તનઃ કોîગ્રેસને ડિમોલીશન ફળ્યુ : વોર્ડ નં. ૧પમાં જબરો અપસેટ કોંગ્રેસનો ગઢ તુટયોઃ વશરામભાઇ સાગઠીયાની હારઃ ભાજપના નિલેશ હેરભાની જીત : કેટલાય ઉમેદાવારોની ડિપોઝીટ પણ ડુલ થઇઃ ભાજપ વિરોધી એક પણ મુદા કોંગ્રેસ, આપ કે અપક્ષોને જીતવામાં મદદરૂપઃ જયારે રાજકોટવાસીઓએ ‘વિકાસ'ને મહત્વ આપ્યું

રાજકોટ, તા. ર૮: રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીની મતગણતરી આજે સવારે ૯ વાગ્યાથી વિવિધ ૬ સ્થળો પરથી શરૂ થઇ હતી. પ્રારંભથી જ ભાજપનો ઘોડો વિનમાં દોડતો થઇ ગયો હતો. મતગણતરી જેમ જેમ થતી રહી તેમ તેમ ભાજપની છાવણીમાં જય જયકાર ગુંજવા માંડયો હતો. ભારત માતાકી જય અને વંદે માતરમના નારાઓથી મતગણતરી કેન્દ્રો ગાજી ઉઠયા હતા. બીજી તરફ વોર્ડ નં. ૧પ માં અને ૧૬ સીવાય કોંગ્રેસની છાવણીમાં સોપો પડી ગયો હતો. મનપાની કુલ ૭ર બેઠકોમાંથી ૬પ બેઠકો પર ભાજપનો વિજય વાવટો વેરાય ગયો હતો. આ સાથે રાજકોટ વાસીઓએ ફરી એકવાર મ્યુનિસીપલ કોર્પોરેશનનું સુકાન ભાજપને સોંપ્યુ છે. ફરીથી ભાજપ રાજ આવ્યુ છે. કમળનો વટ યથાવત રહયો છે અને કોંગ્રેસનો ‘પંજો' અને આપનો ‘સાવરણો' સફાચટ થય ગયો છે. ફરી એક વખત રાજકોટની જનતાએ મતદારોએ વિકાસને મહત્વ આપ્યું છે.
ભાજપ વિરોધ અને પ્રકારના મુદાઓ કોંગ્રેસે આપ અને અપક્ષોએ વહેતા મુકયા હતા. પરંતુ આજે પરીણામ જાહેર થતા જ એ સ્પષ્ટ થઇ ગયુ છે કે રાજકોટવાસીઓને વિકાસમાં જ રસ છે. ભાજપને આ કારણે કદાચ ફરી એકવાર કોર્પોરેશનનું સુકાન સોપ્યુ હોય તેમ જણાય છે. ગત ર૦ર૧ ની ચૂંટણીમાં ભાજપને ૬૮ અને કોંગ્રેસને ૪ બેઠકો મળી હતી. તે વખતે સ્થાનીક સ્વરાજયની ચુંટણીમાં આમ આદમી પાર્ટી (આપ) એ જંપલાવ્યુ હતું. આ કારણે ભાજપને ફટકો પડશે તેવી રાજકીય અણસારો હતી પરંતુ આપ આગળ વધી શકયુ નથી અને ભાજપને કોઇ નુકશાન પહોંચાડી શકયુ ન હતું. આ વખતે પણ મતદાનમાં ઘટાડો એ ભાજપ માટે ચિંતાનો વિષય બન્યો હતો પરંતુ આજે ઇવીએમ ખુલતા જ શહેરીજનોએ આ મુદાને જાકારો આપી ભાજપને મનપામાં બહુમતી લઇ આવ્યામાં સફળ થયા હતા.
દરમ્યાન આજે રાજકોટ ખાતે ૬ સ્થળોએ થઇ રહેલી શહેરના ૧૮ વોર્ડની ૭ર બેઠકોની મતગણતરીમાં બપોરના ર વાગ્યા સુધીમાં વોર્ડ નં. ૧ થી ૧૪ અને ૧૭-૧૮ તથા વોર્ડ નં. ૧પ માં એક બેઠક પર ભાજપનો વિજય વાવટો ફરી ગયો છે. જયારે વોર્ડ નં. ૧પ માં ૩ બેઠક અને ૧૬ માં કોંગ્રેસે ૪ બેઠકો ઉપર વિજય થવામાં સફળતા મળી છે.(૬.૧૬)
કયા વોર્ડ કયા સ્થળે મતગણતરી થયા હતા
વોર્ડ નંબર કાઉન્ટીંગ સેન્ટર
૧ થી ૩ પાંધી લો કોલેજ
૪ થી ૬ ચૌધરી હાઇસ્કુલ
૭ થી ૯ વિરાણી હાઇસ્કુલ
૧૦ થી ૧ર એ.વી.ે પારેખ ઇન્સ્ટીટયુટ
૧૩ થી ૧પ જસાણી સ્કુલ, ગોંડો રોડ
૧૬ થી ૧૮ રણછોડદાસબાપુ કોમ્યુ.હોલ
(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
