તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 21st May 2026
રાજીવ ગાંધીની ૩૫મી પુણ્યતિથિ: કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ દ્વારા દેશભરમાં ભાવભીની શ્રદ્ધાંજલિ
૧૯૯૧માં તમિલનાડુના શ્રીપેરુમ્બુદુરમાં એક ચૂંટણી સભા દરમિયાન લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઈલમ દ્વારા કરાયેલા મહિલા આત્મઘાતી હુમલામાં રાજીવ ગાંધી શહીદ થયાતા

નવીદિલ્હી: દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની આજે ૩૫મી પુણ્યતિથિ છે. ૨૧ મે ૧૯૯૧ના રોજ તમિલનાડુના શ્રીપેરુમ્બુદુરમાં એક ચૂંટણી સભા દરમિયાન લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઈલમ દ્વારા કરાયેલા આત્મઘાતી હુમલામાં રાજીવ ગાંધી શહીદ થયા હતા.
પૂર્વયોજિત કાવતરા મુજબ ધાનુ નામની એક મહિલા આત્મઘાતી હુમલાખોરે રાજીવ ગાંધીને ફૂલહાર પહેરાવવાના બહાને તેમની એકદમ નજીક જઈને પોતાની જાતને વિસ્ફોટકોથી ઉડાવી દીધી હતી. આ ભયાનક બોમ્બ ધડાકામાં રાજીવ ગાંધીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું અને અન્ય ઘણા નિર્દોષ લોકોએ પણ જીવ ગુમાવ્યા હતા
ભારતના રાજકીય ઇતિહાસમાં ૨૧ મેનો દિવસ એક અત્યંત શોકગ્રસ્ત અને કાળા દિવસ તરીકે યાદ કરવામાં આવે છે. આજના દિવસે દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની ૩૫મી પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિતના તમામ રાષ્ટ્રીય અને પ્રાદેશિક નેતાઓએ નવી દિલ્હીમાં આવેલી વીર ભૂમિ પર જઈને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
દેશભરમાં વિવિધ સ્થળોએ આજે આતંકવાદ વિરોધી દિવસ તરીકે પણ ઉજવણી કરવામાં આવે છે અને તમામ નાગરિકોને રાષ્ટ્રીય એકતા તથા શાંતિનો સંદેશ આપવામાં આવે છે. આ ઉપરાંત કોંગ્રેસ શાસિત રાજ્યોમાં અને જિલ્લા મથકોએ રક્તદાન શિબિર તથા પ્રાર્થના સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે.
દેશના આધુનિકીકરણ અને કમ્પ્યુટર ક્રાંતિમાં રાજીવ ગાંધીના યોગદાનને આજે પણ તમામ દેશવાસીઓ દ્વારા યાદ કરવામાં આવે છે. *
(9:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
