તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 14th November 2026
ચીન ભારત કરતાં આગળ નીકળી ગયું એના માટે રાજીવ ગાંધી જવાબદાર
વિદેશ મંત્રી એસ. જયશંકરે ૧૯૮૦ના દાયકામાં ભારત દ્વારા આર્થિક તક ગુમાવવા અંગે મોટો ખુલાસો કર્યો ૧૯૮૮માં રાજીવ ગાંધી ચીન ગયા ત્યારે બંને દેશોની અર્થવ્યવસ્થા લગભગ સમાન હતીઃ જોકે, ચીને આધુનિકીકરણ અપનાવ્યું, જ્યારે ભારતે તે તક ગુમાવીઃ આને કારણે આજે બંને દેશો વચ્ચે આર્થિક અંતર વધ્યું

નવી દિલ્હી,તા.૧૪: ભારત અને ચીનની અર્થવ્યવસ્થા એક સમયે લગભગ સમાન સ્તરે હતી, પરંતુ આજે બંને દેશો વચ્ચે મોટો તફાવત જોવા મળે છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે આર્થિક અંતર અંગે વાત કરતાં કહ્યું કે ૧૯૮૦ના દાયકામાં ભારતે એક મોટી તક ગુમાવી દીધી હતી, જ્યારે ચીને આધુનિકીકરણ કરીને ઝડપથી પ્રગતિ કરી હતી. તેમણે આ સ્થિતિ માટે તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીના કાર્યકાળનો ઉલ્લેખ કર્યો હતો. એક કાર્યક્રમમાં પોતાના સંબોધન દરમિયાન જયશંકરે જણાવ્યું હતું કે ૧૯૮૮માં જ્યારે રાજીવ ગાંધી ચીનની રાજધાની બેઇજિગ ગયા હતા ત્યારે ભારત અને ચીનની અર્થવ્યવસ્થાનું કદ લગભગ એકસરખું હતું. જોકે, ૧૯૮૦ના દાયકામાં ચીને મોટા પાયે આધુનિકીકરણની પ્રક્રિયા શરૂ કરી હતી, જ્યારે ભારત આ તકનો લાભ ઉઠાવવામાં પાછળ રહી ગયું હતું.
જયશંકરના મતે, ૧૯૮૦ના દાયકામાં ચીને આર્થિક સુધારા અને આધુનિકીકરણના માર્ગે ઝડપથી આગળ વધવાનું શરૂ કર્યું હતું. બીજી તરફ ભારત આર્થિક પરિવર્તનની એ તકનો પૂરતો લાભ લઈ શક્યું નહોતું. પરિણામે આજે બંને દેશોની આર્થિક સ્થિતિ વચ્ચે મોટું અંતર ઊભું થયું છે. ૧૯૮૦ના દાયકાની શરૂઆતમાં ભારત અને ચીનની કુલ GDPમાં બહુ મોટો તફાવત નહોતો. ભારતની GDP અંદાજે ૧૮૬થી ૨૦૦ અબજ અમેરિકી ડોલર હતી, જ્યારે ચીનની GDP લગભગ ૩૦૦ અબજ અમેરિકી ડોલર આસપાસ હતી. બંને દેશોમાં ગરીબી અને મર્યાદિત આર્થિક સંસાધનો જેવી સમસ્યાઓ પણ વ્યાપક હતી.
ચીને ૧૯૭૮માં તત્કાલીન નેતા ડેંગ શિયાઓપિગના નેતૃત્વમાં આર્થિક સુધારાની શરૂઆત કરી હતી. આ દરમિયાન વિશેષ આર્થિક ક્ષેત્રો (SEZ) વિકસાવવામાં આવ્યા અને વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. બીજી તરફ, ભારતે ૧૯૯૧માં આર્થિક ઉદારીકરણની નીતિ અપનાવીને મોટા પાયે બજારને વિદેશી રોકાણ અને સ્પર્ધા માટે ખોલ્યું હતું. ચીને પોતાને વૈશ્વિક મેન્યુફેક્ચરિગ અને નિકાસના કેન્દ્ર તરીકે વિકસાવ્યું, જ્યારે ભારતે પાછળના વર્ષોમાં ત્વ્ અને સર્વિસ સેક્ટરમાં નોંધપાત્ર પ્રગતિ કરી.
જયશંકરે ભારત-ચીન સરહદ પર ચાલી રહેલા તણાવ અંગે પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે ચીન સાથે જોડાયેલી સરહદ હવે એક રીતે વધુ સક્રિય બની છે. ગલવાનની ઘટનાનો ઉલ્લેખ કરતાં વિદેશ મંત્રીએ કહ્યું હતું કે સરહદ પર પોતાની સ્થિતિ જાળવી રાખવાની અને સૈન્ય તહેનાત કરવાની ભારતની ક્ષમતામાં નોંધપાત્ર સુધારો થયો છે. તેમના મતે, આ ક્ષેત્રમાં ભારતે મહત્ત્વપૂર્ણ પ્રગતિ કરી છે.
૧૯૮૮માં તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીએ ચીનની મુલાકાત લીધી હતી. જવાહરલાલ નેહરુ પછી ચીનની મુલાકાત લેનારા તેઓ બીજા ભારતીય વડાપ્રધાન હતા. આ સમયે સુમદોરોંગ ચુ ખીણમાં ભારત અને ચીનની સેનાઓ સામસામે હતી. આ તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે રાજીવ ગાંધીની મુલાકાતનો હેતુ બંને દેશો વચ્ચેના સંબંધોમાં આવેલી કડવાશ ઘટાડવાનો હતો. તેમની મુલાકાત બાદ બંને દેશો વચ્ચે વાતચીતના અનેક તબક્કા શરૂ થયા હતા. આ મુલાકાતને ભારત-ચીન સંબંધોમાં સુધારાની દિશામાં મહત્ત્વપૂર્ણ પ્રયાસ માનવામાં આવે છે.
(4:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
