<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

આઈપીએલ ૨૦૨૬ એલિમિનેટરમાં રાજસ્થાન રોયલ્સનો ભવ્ય વિજય : ૧૫ વર્ષના વૈભવ સૂર્યવંશીના તોફાની ૯૭ રનમાં ઉડી ગઈ સનરાઇઝર્સ હૈદરાબાદ - ૪૭ રને પરાજય

મુલ્લાંપુરમાં ૨૪૩ રનનો વિશાળ સ્કોર ખડકી રાજેસ્થાને ક્વોલિફાયર-૨માં એન્ટ્રી કરી : હવે ફાઇનલમાં પહોંચવા ૨૯ મેના રોજ ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પહેલા જ ફાઇનલમાં

મુલ્લાંપુર: આઈપીએલ (IPL) ૨૦૨૬ ના અત્યંત રોમાંચક અને કરો યા મરો સમાન એલિમિનેટર મુકાબલામાં રાજસ્થાન રોયલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને ૪૭ રનના મોટા અંતરથી પરાજય આપીને ક્વોલિફાયર-૨ માં પોતાની જગ્યા મજબૂત કરી લીધી છે. મુલ્લાંપુરના મેદાન પર રમાયેલી આ હાઈ-સ્કોરિંગ મેચમાં રાજસ્થાનની જીતનો અસલી હીરો માત્ર ૧૫ વર્ષનો યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી બન્યો હતો, જેના બેટિંગ વાવાઝોડા સામે હૈદરાબાદના બોલરો સંપૂર્ણપણે લાચાર જોવા મળ્યા હતા. આ શાનદાર જીત બાદ હવે આગામી ૨૯ મેના રોજ ક્વોલિફાયર-૨ મુકાબલામાં રાજસ્થાન રોયલ્સની ટક્કર ગુજરાત ટાઇટન્સ (GT) સામે થશે, જેમાંથી આ સીઝનનો બીજો ફાઇનલિસ્ટ નક્કી થશે. નોંધનીય છે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ની ટીમ પહેલાથી જ શાનદાર પ્રદર્શન કરીને ફાઇનલમાં સ્થાન મેળવી ચૂકી છે.

૧૫ વર્ષના વૈભવ સૂર્યવંશી અને ધ્રુવ જુરેલની આક્રમક અડધી સદી:

આ મહત્વપૂર્ણ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ રાજસ્થાનના બેટ્સમેનોએ આ નિર્ણયને સંપૂર્ણપણે ખોટો સાબિત કરી દીધો હતો. રાજસ્થાન તરફથી ઇનિંગની શરૂઆત કરતા ૧૫ વર્ષના સનસનાટીકુલ બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ માત્ર ૨૯ દડામાં તોફાની ૯૭ રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી, જોકે તે માત્ર ૩ રન માટે પોતાની સદી ચૂકી ગયો હતો. તેની સાથે જ ધ્રુવ જુરેલે પણ શાનદાર લય જાળવી રાખતા માત્ર ૨૧ દડામાં ૫૦ રનની આક્રમક અડધી સદી ફટકારી હતી. આ બંને યુવા ખેલાડીઓની બેટિંગના જોરે રાજસ્થાન રોયલ્સે નિર્ધારિત ૨૦ ઓવરમાં ૮ વિકેટ ગુમાવીને ૨૪૩ રનનો હિમાલય જેવો વિશાળ સ્કોર ઊભો કર્યો હતો.

લક્ષ્યનો પીછો કરતા હૈદરાબાદના ધબડકો, ૧૯૬ રનમાં ઓલઆઉટ:

જીતવા માટેના ૨ND ઇનિંગના ૨૪૪ રનના પહાડ જેવા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. રાજસ્થાનના ધારદાર બોલિંગ આક્રમણ સામે હૈદરાબાદની વિકેટો નિયમિત અંતરે પડતી રહી હતી. આજની આ મહત્ત્વની મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો કોઈ પણ મોટો કે દિગ્ગજ બેટ્સમેન ક્રિઝ પર ટકી શક્યો નહોતો અને મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. પરિણામે હૈદરાબાદની સમગ્ર ટીમ ૧૯.२ ઓવરમાં ૧૬ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી અને રાજસ્થાને ૪૭ રનથી મેચ જીતી લીધી હતી.

બંને ટીમોનો અંતિમ સ્કોર બોર્ડ:

  રાજસ્થાન રોયલ્સ (RR): ૨૪૩/૮ (૨૦ ઓવર)

  સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH): ૧૯૬/૧૦ (૧૯.૨ ઓવર)

સનરાઇઝર્સ હૈદરાબાદની પ્લેઇંગ ઇલેવન:

અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઇશાન કિશન (વિકેટકીપર), હેનરિક ક્લાસેન, સ્મરણ રવિચંદ્રન, નીતિશ કુમાર રેડ્ડી, પેટ કમિન્સ (કેપ્ટન), શિવાંગ કુમાર, ઇશાન મલિંગા, સાકિબ હુસૈન અને પ્રફુલ્લ હિંગે.

(11:37 PM IST)