તા. ૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૨ શુક્રવાર
News of Sunday, 4th October 2026
EVM અને મતદાર યાદીમાં ગેરરીતિ મુદ્દે રાજ ઠાકરેના આકરા પ્રહારો: 'ગર્જના માર્ચ' સાથે બેલેટ પેપરથી ચૂંટણીની કરી માંગ
'૬ મહિનામાં લાખો નવા મતદારો ક્યાંથી આવ્યા?': ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકાર સામે મહારાષ્ટ્રમાં વિરોધનો સૂર : સોનિયા ગાંધીને ચૂંટણી બહિષ્કારની સલાહ આપી હોવાનો દાવો; મુંબઈમાં યોજાઈ સંયુક્ત 'ગર્જના માર્ચ'

મુંબઈ: મહારાષ્ટ્રમાં ચૂંટણી પંચ અને મતદાર યાદીઓમાં થયેલી કથિત ગેરરીતિ તેમજ 'વોટ ચોરી'ના મુદ્દે રાજકીય ગરમાવો આવી ગયો છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરે અને શિવસેના (UBT) દ્વારા સંયુક્ત રીતે મુંબઈના રસ્તાઓ પર વિરોધ દર્શાવવા 'ગર્જના માર્ચ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શન દરમિયાન રાજ ઠાકરેએ કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ સામે આકરા પ્રહારો કર્યા હતા.
રાજ ઠાકરેએ સવાલ ઉઠાવ્યો હતો કે માત્ર ૬ મહિનાના ટૂંકા ગાળામાં મહારાષ્ટ્રમાં લાખો નવા મતદારો ક્યાંથી અને કેવી રીતે ઉમેરાઈ ગયા? તેમણે આરોપ લગાવ્યો હતો કે મતદાર યાદીઓની સુધારણા પ્રક્રિયા શંકાસ્પદ છે. લોકશાહીના રક્ષણ માટે તેમણે ચૂંટણી પંચ સમક્ષ બેલેટ પેપરથી મતદાન પુનઃ શરૂ કરવા અને સમગ્ર મતદાર યાદીની નવેસરથી સમીક્ષા કરવાની માંગ કરી હતી.
આ ઉપરાંત, તેમણે ભૂતકાળનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે તેમણે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીને પણ ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા ન આવે ત્યાં સુધી ચૂંટણીનો બહિષ્કાર કરવા અંગે ટકોર કરી હતી. મુંબઈમાં યોજાયેલી આ ગર્જના માર્ચમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા અને ચૂંટણી તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
(2:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
